વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતના પ્રવાસે, જાણો પીએમનો શું છે કાર્યક્રમ

  • July 13, 2021 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાયન્સ સીટી ખાતે વિવિધ પ્રકલ્પ ખુલ્લા મુકશે: ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને સતારક હોટલ ખુલ્લી  મુકશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે કોરોના ની બીજી લહેર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો પહેલો પ્રવાસ ગુજરાત ખાતે ગોઠવાઇ રહ્યો છે જેમાં અમદાવાદ અને ગાંધીનગર ના કાર્યક્રમોની ગોઠવણ કરવામાં આવી છે જેમાં અમદાવાદના સોલા સાથે આવેલા સાયન્સ સિટીમાં એકવાટિક અને રોબોટિક ગેલેરી, નેચર પાર્ક કેટલા પ્રકલ્પનું લોકાર્પણ કરશે અને ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર નવનિર્મિત સાત તારક હોટલ અને રેલ્વે સ્ટેશન ખુલ્લુ મુકશે.

 


નકકી થયેલા પ્રાથમિક કાર્યક્રમ મુજબ તારીખ ૧૬ જુલાઈ ને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હશે. એપ્રિલમાં કોરોના ની બીજી ઘાતક પહેલી અસર ચરમસીમાએ હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની સામાન્ય ચૂંટણીના છેલ્લા તબક્કામાં ચૂંટણી પ્રચાર અટકાવી દીધા પછી પહેલી વખત ગુજરાતથી જાહેર યાત્રાનો પ્રારભં કરી રહ્યા છે.

 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયન્સ સિટી ખાતે કેટલાક યુચર્સરિસટીક પ્રોજેકટ ના માધ્યમથી જ બાળકોમાં વિજ્ઞાન અને સંશોધન પ્રત્યે ચિ જાગે એ દિશામાં પ્રયત્નો કયએકવાર ાશભ મને રોબોટિક ગેલેરી નેચર પાર્ક સહિતના વિશેષ પ્રકલ્પો પૂર્ણ થઈ ચૂકયા છે.

 


સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવેલી ગેલેરીમાં કેમ શો પ્રકારના જળચર પ્રાણીઓ છે કે દેશની પહેલી ગેલેરી બની રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મૂકનારી રોબોટિક ગેલેરી કે તેમાં માનવીની દૈનિક ક્રિયાઓમા રોબોટ નો ઉપયોગ કેટલો અને કયાં થઈ શકશે તેનું નિદર્શન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત એક વિશાળ નેચર પાર્ક પણ ઉભો કરવામાં આવ્યો છે.

 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રેલ્વે સ્ટેશનના વિકાસની સાથે એક અધતન સક હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરના વિશાળ કેમ્પસમાં આંતરરાષ્ટ્ર્રીય કક્ષાની પરિષદો યોજાતી હોવાથી અહીં પંચતારક હોટેલ ના અભાવે અમદાવાદ સુધી મહાનુભાવોને લાંબા થવું પડતું હતું. આ સ્થિતિને હળવી કરવા માટે થઈને મહાનુભાવોને મહાત્મા મંદિર પર સુવિધા સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું. રેલવે સ્ટેશનના વિકાસની સાથે સાતમાળની  ચાર પ્રેસિડેન્ટ સ્યુટ સાથે બનેલી હોટલ પાછળ રૂપિયા ૩૩૦ કરોડની ખર્ચ કરવામાં આવ્યું છે.

 

 

આ હોટલમાંથી ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા નિહાળી શકાય છે એનું પણ લોકાર્પણ કરવામાં આવશે .ઉપરાંત ભારત સરકારના વિવિધ મંત્રાલયના પ્રોજેકટ ના લોકાર્પણ અને ખાતમૂહર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS