ભરુચની વેલફેર હોસ્પિટલની આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસ અને ફાયરના જવાનોને અપાશે ઈનામ

  • May 07, 2021 06:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભરુચ ખાતેની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનીષ્ઠ કામગીરી કરનાર પોલીસ અને ફાયરના જવાનોને ઈનામ આપવામાં આવશે. 

 

 

તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જવાનોની કામગીરીને બિરદાવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં જ્યારે આગ લાગી ત્યારે સંગ્ર કેમ્પસમાં અંધારું હતું તેવામાં આ જવાનોએ ત્યાં વોર્ડના કાચ તોડી અંદર પ્રવેશ કરી કોરોનાની સારવાર લેતા દર્દીઓને બચાવ્યા હતા. આ તમામ જવાનોને પ્રત્સાહન આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS