પાકિસ્તાનમાં જય શ્રી રામના નારા સાથે કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન, વિશ્વમાં થઈ રહી છે પાકની નિંદા 

  • August 10, 2021 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનમાં એક મંદિરમાં તોડફોડની ઘટના બાદ સમગ્ર દુનિયામાં તેનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે.  દરમિયાન, પાકિસ્તાનના કરાચી શહેરમાં મંદિર તોડવા સામે વિરોધ પ્રદર્શન થયું હતું. આ વિરોધ પ્રદશનમાં જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, રવિવારે કરાચી પ્રેસ ક્લબની બહાર હિંદુ સમુદાય સાથે મોટી સંખ્યામાં શીખ, ખ્રિસ્તીઓ, પારસીઓ અને અન્ય સમુદાયોએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. 

 

વી વોન્ટ જસ્ટિસ

 

આ પ્રદર્શનનું નેતૃત્વ કરાચીના પ્રસિદ્ધ હનુમાન મંદિરના મુખ્ય પૂજારી રામનાથ મિશ્રા મહારાજે કર્યું છે. વિરોધ કરી રહેલા લોકોના હાથમાં બોર્ડ હતા, જેના પર 'વી વોન્ટ જસ્ટિસ' લખેલું હતું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, 'રહીમયાખાનમાં ગુંડાઓ દ્વારા ગણેશ મંદિરની તોડફોડ સારી બાબત નથી.'

 

સરકાર કડક કાર્યવાહી કરે

 

પૂજારી રામનાથ મિશ્રા મહારાજે કહ્યું કે, 'જેમ ઇસ્લામ વિરુદ્ધ દુષ્કૃત્ય કરનારાઓને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા મળે છે, તેવી જ રીતે જેઓ હિન્દુ ધર્મ વિરુદ્ધ દુષ્કૃત્ય કરે છે તેમને પણ સજા મળવી જોઇએ. પાકિસ્તાનમાં હિન્દુઓ અને લઘુમતીઓ પર અત્યાચાર થયા છે. અમે માંગ કરીએ છીએ કે સરકારે આ અંગે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરે.'

 

પાકિસ્તાનમાં રહેવું મુશ્કેલ બની ગયું

 

આ સિવાય જે જગ્યાએ મંદિર તૂટ્યું ત્યાં પણ વિરોધ પ્રદર્શન થયા છે. પાકિસ્તાનના રહીમયાખાનના ખાનપુરમાં લોકોએ જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું. વિવિધ સ્થળોએ મોટાપાયે લોકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વિરોધ કરવા આવેલા લોકોએ કહ્યું કે પાકિસ્તાનમાં રહેવું મુશ્કેલ બની ગયું છે.' 

 

સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની નિંદા થઈ 

 

મંદિર તૂટ્યાની ઘટના બાદ સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની નિંદા કરવામાં આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરી હતી અને મંદિરને ફરીથી બનાવવાની ખાતરી આપી હતી. આ સાથે એમ પણ કહ્યું છે કે, 'આ હુમલામાં સંડોવાયેલા બદમાશોને જલદીથી પકડી લેવામાં આવશે.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS