કોર્પોરેશન ચોકમાં મોબાઇલ રિપેરિંગ બાબતે બે ભાઈઓ ઉપર સરાજાહેર હુમલો

  • May 06, 2021 03:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેશન ચોકમાં સમી સાંજે સરાજાહેર બે પિતરાઇ ભાઇઓ ઉપર મોબાઇલ રીપેરીંગ ના ખર્ચ બાબતે ઝઘડો થતા મોબાઈલ રીપેરીંગનું કામ કરતા એક શખસ અને તેના સાગરીતે હુમલો કરતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે હુમલાખોર બંનેની શોધખોળ શરૂ કરી છે.

 

 

સાધુવાસવાણી રોડ પર રહેતા અને રેનોલ્ટ ગાડીના શોરુમ નોકરી કરતા રોમિત અસીમત સિંહ ડોડીયાનો મોબાઇલ ફોન બગડી જતા તેને રીપેરીંગ માટે આપ્યો હતો જે રીપેરીંગના 1800 નો ખર્ચ હોય અને તે રીપેરીંગ કરવા માટે જેને મોબાઇલ આપ્યો હતો તે અમિત સોની મોબાઈલ બે ત્રણ દિવસમાં રીપેરીંગ થઈ જશે તેવું જણાવ્યું હતું. દરમિયાન ગઇકાલે સાંજે રોમિતે અમિત ને ફોન કરીને મોબાઇલ રીપેરીંગ બાબતે પૂછતા અમિતે તેને રૂબરૂ કોર્પોરેશન ચોકમાં બોલાવ્યો હતો જેથી રોમિત અને તેનો પિત્રાઇ ભાઇ ધ્રુવ ક્રિપાલ જેઠવા પોતાનું મોટરસાયકલ લઈને કોર્પોરેશન ચોકમાં પહોંચ્યા હતા ત્યારે અમિત અને તેની સાથે એક શખ્સ ત્યાં આવ્યા હતા અને મોબાઇલ રીપેરીંગ ના 2800 પહેલા આપવા પડશે તેમ રોહિતને જણાવ્યું હતું રોમિતે મોબાઇલ રીપેરીંગ થઈ જાય પછી પૈસા મળી જશે તે વાત કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને અમિત સોની અને તેની સાથે આવેલા શખ્સે બંનેને પિતરાઈ ભાઈઓ ઉપર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા ઇજગસ્ત બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application