દૂધસાગર રોડ પર ભંગારના ડેલામાંથી રૂપિયા 1.65 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

  • March 22, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના દૂધસાગર રોડ પર ભંગારના ડેલામાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1.65 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂના જથ્થા સાથે દૂધસાગર રોડ પર રહેતા શખસની ધરપકડ કરી હતી. જ્યારે દારૂની હેરાફેરીમાં સામેલ અન્ય એક શખસની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

 


દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચના પી.આઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.બી. જેબલિયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા અને વિક્રમ ગમારાને મળેલી બાતમીના આધારે દૂધસાગર રોડ પર ભંગારના ડેલામાં દરોડો પાડ્યો હતો. અહીં દરોડા દરમિયાન પોલીસે અલગ-અલગ બ્રાન્ડની દારૂની 51 બોટલ કિં.રૂ 38150 તથા 1272 બીયરના ટીન કિં.રૂ 1,27,200 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન અહીથી રાહિલ અબ્દુલ વહાબભાઈ ચૌહાણ (ઉ.વ 32 રહે.દૂધસાગર રોડ લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નંબર 5 રાજકોટ) ને ઝડપી લીધો હતો. તેની પાસેથી બે મોબાઇલ તથા દારૂ બિયરના જથ્થા સહિત પોલીસે રૂ.1,70,850 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં પકડાયેલા આરોપીએ એવી કબૂલાત આપી હતી કે, હસીમ હનીફભાઈ પરમાર (રહે. જીલ્લા ગાર્ડન રોડ મૂળ વતન રતનપર) દારૂમાં ભાગીદાર છે.જેથી સામે પણ પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.

 

હસીમ અગાઉ ભક્તિનગર અને ક્રાઇમ બ્રાંચમાં દારૂના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. દારૂના અન્ય દરોડામાં ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ એસ.વી.સાખરા તથા તેની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ હિરેનભાઈ સોલંકી, ઉમેશભાઈ ચાવડા અને ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે માર્કેટિંગ યાર્ડ પાછળ મચ્છાનગર મેઇન રોડ પર શેરી નંબર 9 માં રહેતા દિપક ધીરૂભાઇ સોલંકીના મકાનમાં દરોડો પાડતાં અહીંથી અલગ અલગ બ્રાન્ડની રૂપિયા 40,300ની કિંમતની 84 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પકડાયેલા આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS