રાહુલ ગુપ્તા ફરી રાજકોટમાં અધિકારીઓ સાથે મેરેથોન બેઠક

  • April 07, 2021 01:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવા લાગતા વહીવટી તંત્રમાં ફરી દોડધામ થઇ ગઈ છે અને બેઠકોનો દૌર શરુ થઇ ગયો છે. રાજ્ય સરકારે જેને કોરોના સંદર્ભે પ્રભારી તરીકે જવાબદારી સોંપી છે તે ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા આજે ફરી રાજકોટ આવી પહોચ્યા છે અને સવારથી અધિકારીઓ સાથે મેરેથોન બેઠક કરી રહ્યા છે. કલેકટર કચેરીના સુત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લામાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને અગમચેતીના પગલાં લેવા અંગે આ બેઠકમાં ચચર્િ થઇ છે.

 

 

રાજકોટ શહેરમાં પણ રોજ કેસની સંખ્યા વધતી જાય છે અને હોસ્પિટલો પણ ફૂલ થતી જાય છે ત્યારે નવા દર્દીઓને કોઈ તકલીફ ન પડે અને તાત્કાલિક સારવાર મળી જાય તે અંગે ચચર્િ કરવામાં આવી છે. આ સુત્રોએ કહ્યું હતું કે, બે દિવસ પહેલા જ બેડની સંખ્યા વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે અને આ કામગીરી ઝડપભેર થાય તે જોવા પણ જણાવાયું છે. શહેર-જિલ્લામાં ઇન્જેક્શનનો જથ્થો પણ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ રહે તે જોવા પણ નિર્દેશો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન થાય તે જોવા પણ સુચના આપવામાં આવી હતી.

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS