રાજકોટમાં બાયોડીઝલના પંપ પર દરોડા: 25.40 લાખનો માલ જપ્ત

  • March 11, 2021 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માલિયાસણ પાસે આવેલા ઓમ શક્તિ પંપમાંથી 10 હજાર લીટર, હરિકૃપામાંથી 11 હજાર લીટર બાયોડિઝલનો જથ્થો જપ્ત:સીઆઇડી ક્રાઈમની ટીમ સાથે રાજકોટ સર્કલ ઓફિસર વિજય વસાણી કાર્યવાહીમાં સાથે રહ્યા:સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ઓપરેશન પાર પાડ્યું:ગોરખધંધા કરનારાઓમાં ફફડાટ

 


રાજકોટની ભાગોળે મોડી રાત્રે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની બે અલગ અલગ ટીમ દ્વારા બાયોડિઝલના ગેરકાયદે પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા.માલિયાસણ પાસે અલગ-અલગ બે પંપ પર આ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બાયો ડિઝલનો જથ્થો તથા ટેન્કર,ટાંકી સહિત 25 લાખથી વધુનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.

 


શહેરની ભાગોળે આવેલા વિસ્તારમાં બાયોડિઝલનું બેરોકટોક વેચાણ રહ્યાની વારંવાર ફરિયાદો ઉઠવા છતાં સ્થાનિક પોલીસે બાયોડિઝલના આ વેપલાઓ પર દરોડા પાડવાની તસ્દી લીધી ન હતી.દરમિયાન ગઈકાલ મધરાત્રીએ સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સી.આઈ.ડી ક્રાઈમની ટીમે બાયોડિઝલના વેપલા પર દરોડા પાડ્યા હતાં.દરોડાની આ કાર્યવાહીમાં રાજકોટ સર્કલ ઓફિસર પણ સાથે રહ્યા હતા. રાજકોટની ભાગોળે આવેલા વિસ્તારમાં બાયોડિઝલનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠ્યા બાદ ગઈકાલ રાત્રીના અમદાવાદ હાઇવે પર માલીયાસણ નજીક કુવાડવા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ 2 પંપ પર સીઆઈડી ક્રાઇમની ટીમ ત્રાટકી હતી.સીઆઇડી ક્રાઇમના પી.આઈ વી.એચ.જોષી અને પી.એસ.આઈ શમર્નિી ટિમ દરોડા પાડ્યા હતા.

 


સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ કરી પુરવઠા વિભાગ, જીએસટી વિભાગ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓને દરોડા અંગે જાણ કરવામાં આવી હતી જેઓ પણ આ રેડમાં જોડાયા હતા.રાજકોટ સર્કલ ઓફિસર વિજય દેસાણી દરોડાની કાર્યવાહીમાં સાથે રહ્યા હતા. રેડ મુદ્દે રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે પીએસઆઈ શમર્િ એ જાણ કરી માહિતી આપી હતી.

 


સી.આઈ.ડી ક્રાઈમની ટીમે બાયોડિઝલના વેચાણ સામે કરેલી કાર્યવાહી અંગે જાણવા મળેલી વિગતો મુજબ રાત્રીના માલિયાસણ પાસે આવેલા ઓમ શક્તિ નામના બાયોડિઝલ પંપ પર દરોડો પાડવામાં આવ્યો હતો.જેના સંચાલક અભિજીતસિંહ જાડેજા હોવાનું માલુમ પડ્યું હતું. અહીંથી 7.50 લાખની કિંમતનો 10 હજાર લીટર બાયોડિઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

 


જ્યારે બીજો દરોડો અહીં નજીકમાં આવેલા હરિકૃપા નામના બાયોડિઝલ પંપ પર પાડવામ આવ્યો હતો. અહીંથી સીઆઈડી ક્રાઇમની ટીમે 11 હજાર લીટર બાયોડિઝલ તેમજ ટેન્કર અને ટાંકી સહિત રૂ.17.90 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.બંને પંપ પર દરોડાની આ કાર્યવાહી દરમિયાન 25.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 


અત્રે ઉલ્લેખનીય છે કે,કેન્દ્ર સરકાર દ્વારા માત્ર બ્લેડિંગ માટે જ ફ્યુઅલ ઓઇલ મિશ્રિત બાયોડીઝલ વેચવાની પરવાનગી આપવામાં આવી છે અને એ માટે એવી શરત રાખવામાં આવી છે કે પેટ્રોલ-ડીઝલ પંપ્ની જેમ બાયોડીઝલ પંપ ખોલવા માટે પણ લાઇસન્સ અને મંજૂરી લેવાં જરૂરી છે, પરંતુ રાજકોટમાં એક પણ લાઇસન્સ ઇસ્યુ ન  હોવા છતાં કેટલાંક લેભાગુ તત્ત્વો દ્વારા લાઇસન્સ અને પરવાનગી વગર જ બાયોડીઝલ પંપ ખોલવામાં આવ્યા છે અને તેમના દ્વારા બ્લેડિંગની જગ્યાએ આખી ટાંકી બાયોડીઝલથી ભરવામાં આવે છે. ત્યારે સીઆઇડી ક્રાઇમ બાયોડીઝલ ના આવ્યા ઉપર દરોડાની કાર્યવાહી કરતા શહેરની ભાગોળે આવેલા વિસ્તારોમાં બાયોડીઝલ નું વેચાણ કરનારાઓમાં ફકડાટ ફેલાઈ ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS