દ્રારકા, પોરબંદર, કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં કાલથી વરસાદની આગાહી

  • July 05, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તોફાની પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશેઅરબી સમુદ્રમાંથી ફકાય રહેલા ભેજવાળા પવનને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. સાઉથ ઈસ્ટ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી ૩.૧ થી ૪.૫ કિલો મીટરની ઐંચાઈ પર સાયકલોનિક સરકયુલેશન સર્જાવા પામ્યું છે આવી જ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે આ તમામ સિસ્ટમના કારણે આવતીકાલથી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર્ર સહિત રાયના અનેક વિસ્તારોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા આપવામાં આવી છે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર્રમાં દ્રારકા પોરબંદર અને કચ્છ જિલ્લામાં પ્રતિ કલાકના ૩૫ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન કુકાશે અને મેઘ ગર્જના સાથે હળવો થી મધ્યમ વરસાદ પડશે. સૌરાષ્ટ્ર્ર ઉપરાંત ગુજરાતમાં નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદ પડશે.
સૌરાષ્ટ્ર્રમાં છેલ્લા એકાદ સાહથી વરસાદ સાવ બધં પડી ગયો છે અને તેના કારણે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે જુલાઈ માસના પ્રથમ સાહમાં પણ વરસાદ આવ્યો નથી અને હજુ એકાદ સાહ વરસાદ આવે તેવી શકયતા નહિવત્ છે તેવા સમયે લોકલ સિસ્ટમના કારણે વરસાદની શકયતા ઉભી થતા ખેડૂતોના મુરઝાતા મોલને જીવતદાન મળશે એવી આશા રાખવામાં આવે છે.

 

 

બંગાળની ખાડીમાં તારીખ ૧૪ અને ૧૭ના લો પ્રેશર સર્જાવાની શકયતા: ચોમાસુ ફરી એકટીવ થશે
માત્ર ચાર દિવસના અંતરમાં બબ્બે લો પ્રેશર ઉભવશે: જૂન માસની ખાધ જુલાઈમાં પુરાઈ થઈ જાય એવી આશા


દેશના મોટાભાગના વિસ્તારોમાં તારીખ ૧૯ જૂન થી ચોમાસુ થંભી ગયું છે. જુલાઈ માસના બીજા સાહના અંતિમ ભાગ થી એટલેકે તારીખ ૧૪ આસપાસથી નૈત્યનુ ચોમાસું ફરી નવેસરથી સક્રીય થશે અને દેશના અનેક ભાગોમાં વરસાદ પડશે તેવી શકયતાઓ ઉભી થઇ છે.

 


ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ જુલાઈ માસના અંતિમ સાહમાં તારીખ ૧૪ અથવા તો ૧૫ આસપાસ બંગાળની ખાડીમાં ઓડિશાના દરિયાકાંઠા નજીક લોપ્રેસર ઉવશે અને તે ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે બંગાળની ખાડીમાં સાઉથ સેન્ટ્રલ દિશામાં ઉવના આ લો પ્રેસર પ્રમાણમાં મજબૂત હશે એવી અપેક્ષા અત્યારે રાખવામાં આવી રહી છે.

 


તારીખ ૧૪ અને ૧૫ ના લો પ્રેશરની અસર હજુ ચાલુ જ હશે ત્યાં બંગાળની ખાડીમાં તારીખ ૧૭ ના રોજ બીજું લો પ્રેશર સર્જાશે અને તે પણ ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ જશે. આ સિસ્ટમને કારણે નોર્થ આંધ્ર પ્રદેશ સાઉથ ઓડીશા અને તેની આસપાસના વિસ્તારોમાં તારીખ ૧૮ અને ૧૯ ના રોજ ભારે વરસાદની શકયતા છે આ બંને સીસ્ટમ ની અસરના ભાગપે દેશના અન્ય રાયોમાં પણ સારા વરસાદની સંભાવના ઉભી થઈ છે.

 


એક મહિનાના લાંબા વિરામ બાદ એટલે કે તારીખ ૧૯ જૂનથી વરસાદ બધં થઇ ગયો છે અને હવે તારીખ ૧૫ જુલાઈ આસપાસ વરસાદ ફરી શ થવાનો છે તે સમાચાર ખેડૂતોથી માંડી આમ જનતા માટે આનંદદાયક બની ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application