મહુવાના એક બંધ મકાનમાંથી રોકડ સહિત રૂ.6 લાખના મુદ્દામાલની ચોરી

  • March 10, 2021 10:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરવાજો તોડી કબાટમાં રાખેલા દાગીના અને રોકડ ઉઠાવી ગયા 

 

ચોરી સહિતની ઘટનાઓ સતત વધી રહી છે અને તેના પગલે મહુવા શહેર અને તાલુકાના ક્રાઇમ રેઇટ ઉંચો જઇ રહ્યો છે. મહુવાની જે. પી. પારેખ હાઇસ્કુલમાં થયેલ રૂા. ૧.૫૨ લાખની ચોરીની શાહી સુકાણી નથી ત્યાં મહુવાના એક બંધ મકાનમાં રૂ.6 લાખ ઉપરાંતની ચોરી થઇ હોવાની ફરીયાદ થવા પામેલ છે. 

 

 

વહેલી સવારે 4 થી 5.15ના સમય ગાળામાં ગુજરાત સોસાયટીમાં રહેતા  એ.ડી.જોષી સવારે બહાર ગામથી ઘરે આવ્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો તુટેલો જોતા તસ્કરો કસબ અજમાવી ગયા હોવાની શંકા દ્રઢ બનેલ અને ઘરમાં પ્રવેશ કરી તપાસ કરતા તસ્કરોએ કબાટ તોડી રૂા. 3 લાખ 50 હજારના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ રૂા. 2 લાખ 52 હજાર મળી કુલ રકમ રૂા. 6 લાખ 2 હજારની મતા ચોરી કરી લઇ ગયાનું જણાતા મહુવા પોલીસમાં ધોરણસર ફરીયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

   

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS