રાજકોટ: લગ્નમાં દારૂની રેલમછેલ ઉડાવતા 7 શખ્સોની 3 દિવસ બાદ પોલીસે કરી ધરપકડ, બાકીના હજુ ફરાર

  • February 21, 2023 04:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં દારુ પકડાવો કે સરાજાહેર દારુ પાર્ટી થવી જાણે કે સામાન્ય બની ગય છે, પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં દારુ મળવો કે પોલીસ જ કેફી પીણું પીને પોલીસ સ્ટેશન આવે તો પછી નબીરાઓ અને આવારાતત્વોને રોકવા જશે જ કોણ ?


હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેના મુજબ, આશરે ૩ દિવસ પહેલા લગ્ન દરમિયાન વરઘોડા દરમિયાન છાકટા બની કેટલાક યુવાનો દારૂની બોટલ હાથમાં લઇ નાચતા જોવા મળ્યા છે. પીલે.. પીલે... ઓ મોરે રાજા, પીલે.. પીલે.. ઓ મોરે જાની...ગીત પર જાહેરમાં ઘરૂની બોટલ એક બીજાને મોઢે માંડીને યુવાનો મદહોશ બનેલા જોવા મળ્યા છે. એટલું જ નહિ દારૂના નશામાં એક શખ્સ વરરાજાને દારુ પીવડાવી ખિસ્સામાંથી હથિયાર કાઢીને વરરાજાના હાથમાં હથિયાર પકડાવે છે.  


મળતી માહિતી મુજબ, વિડીયોમાં નશામાં ધૂત થઈને નાચાનાર એક શખ્સ નામચીન અપરાધી હોવાનું સામે આવ્યું છે. જે ગોંડલના ગેંગસ્ટર નિખીલ શ્રૃંગા ગેંગ સામે નોંધાયેલા ગુજસીટોકના ગંભીર ગુનામાં ભાઇના લગ્નમાં પેરોલ પર છૂટ્યો હોવાની માહિતી છે.

વિડિયો વાઇરલ થયા બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે, ભક્તિનગર પોલીસે આ મામલે આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સાતની ધરપકડ કરી છે. જેમાં હીરેન ઉર્ફે હેરી અરવીંદભાઈ પરમાર, પ્રતિક ઉર્ફે કાળીયો, અરવીંદભાઈ પરમાર, ધવલ મગનભાઈ મારૂ, ગટીયો, મયુરભાઈ ભરવાડ, ધર્મેશ ઉર્ફે આસુડો અને અજય ઉર્ફે જબરોની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય એક નીતીન ખાંડેખા નામનો શખ્સ હજુ પણ ફરાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application