રાજકોટ જાગે કોરોના ભાગે જનતા કર્ફયુને ચેમ્બરનો ટેકો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વિશ્વ જેને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યું છે અને હજુ સુધી જેની કોઈ દવા શોધાઇ નથી તેવા કોરોના વાયરસના રોગચાળાને ભારતમાં ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા.૨૨માર્ચને રવિવારે આપેલા જનતા કફર્યુના એલાન અનુસંધાને આવતીકાલે રાજકોટની તમામ બજારો અને તમામ ઔદ્યોગિક વસાહતોના કારખાનાઓ સજ્જડ બંધ પાળે તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. જનતા કફર્યુના એલાનને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ખુલ્લો ટેકો જાહેર કરવામાં આવ્યો હોવાનું ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું તેમજ ઉમેર્યું હતું કે બંધના એલાન સંદર્ભે પ્રેસ કોન્ફરન્સમાં પણ આયોજન કરાયું હતું પરંતુ ચેપી રોગ વાયરસ ની સ્થિતિને ધ્યાને લઇને પ્રેસ કોન્ફરન્સ પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી હતી.


વધુમાં રાજકોટ ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, માનદ મંત્રી નૌતમ બારસિયા, ટ્રેઝરર ઉત્સવ દોશી, જોઈન્ટ સેક્રેટરી કિશોર રૂપાપરા સહિતના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંકે રાજકોટમાં વ્યાપાર ઉદ્યોગ જગતના વિવિધ ક્ષેત્રના ૧૦૦થી વધુ એસોસિએશન કાર્યરત છે તેમની તમામની સાથે ટેલિફોનિક સંકલન કરીને તમામ બજારની તમામ દુકાનો બંધ રાખવા જાણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ઔદ્યોગિક વસાહતોના કારખાનાઓમાં રવિવારે પણ કામકાજ ચાલુ હોય છે તેઓ બુધવારે રજા પાળતા હોય છે પરંતુ જનતા કફર્યું એલાનના પગલે શહેરના તમામ ૮૦૦૦ કારખાનાઓ- ફેકટરીઓ પણ આવતીકાલે બંધ પાળશે. કારખાનેદારો મજૂરોને આવતીકાલે એક દિવસ સવેતન મતલબ કે પગાર કાપ્યા વિના રજા આપશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS