દાણાપીઠ બજારે વધુ એક સાહ સુધી હાફ–ડે લોકડાઉન લંબાવ્યું

  • April 25, 2021 03:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બજારની ૨૫૦ દુકાનો તા.૨જી મે સુધી સવારે ૮થી બપોરે ૩ સુધી જ ખુલ્લી રહેશે

 

રાજકોટ દાણાપીઠ બજારે વધુ એક સાહ સુધી હાફ–ડે લોકડાઉન લંબાવ્યું છે.

 

 

આગામી તા.૨જી મે સુધી દરરોજ સવારે ૮થી બપોરે ૩ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. રાજકોટ દાણાપીઠ બજાર વેપારી એસોસિએશનના પ્રમુખ બીપીનભાઇ કેસરીયાએ આજે બપોરે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, કોરોનાના કેસ વધતા દાણાપીઠ બજારએ સ્વયંભૂ રીતે જ સ્વૈચ્છીક હાફ–ડે લોકડાઉન કરવાનો નિર્ણય ગત સાહમાં વેપારીઓની બેઠકના અંતે કર્યેા હતો.

 

 

દરમિયાન વેપારીઓની જ માગણીને અનુલક્ષીને હવે હાફ–ડે લોકડાઉન લંબાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમગ્ર સાહ સુધી મતલબ કે તા.૨–૫–૨૦૨૧ સુધી દાણાપીઠ બજારની ૨૫૦ દુકાનો સવારે ૮થી બપોરે ૩ સુધી જ ખુલ્લી રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS