ઓકિસજન વગર ગુંગળાઇ રહી છે રાજકોટની હોસ્પિટલો

  • April 24, 2021 02:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રાણવાયુ માટે પ્રજાનો વલોપાત, તબીબો પણ લાચાર બન્યા: પૂરતો જથ્થો નહીં મળે તો પરિસ્થિતિ ગંભીર બનશે
૧૦૦ ટન મળે તો પણ આંશિક રાહત: શહેરની ૩૫થી ૪૦ કોવિડ હોસ્પિટલોમાં મોડામાં મોડું સાંજ સુધી ચાલે તેટલું જ ઓકિસજન: રાજકોટને ૧૨૦ ટનની માગ સામે ૭૦ ટન મળતા આખી રાત શાપર અને મેટોડામાં સિલિન્ડર રિફિલ કરાવવા કતાર:  ગંભીર દર્દીઓ ને દાખલ કરવાનું હોસ્પિટલઓએ બધં કરતા અફડાતફડી

 


રાજકોટમાં છેલ્લા બે દિવસથી ઓકિસજન....ઓકિસજન અને ઓકિસજન ની બૂમરાડો સંભળાઈ રહી છે. પ્રાણવાયુ માટે પ્રજાના વલોપાત સાથે તબીબો પણ લાચાર બન્યા હોય તેવો તાલ સર્જાયો છે. આજની પરિસ્થિતિમાં રાજકોટમાં જો સાંજે ૧૦૦ ટન જેટલું ઓકિસજન તત્રં દ્રારા આપવામાં આવશે તો જ કટોકટીભરી સ્થિતિ આંશિક રીતે હળવી થશે નહીં તો ગોંડલ ની જેમ રાજકોટમાં પણ કોવિડ હોસ્પિટલ બધં કરવાનો વારો આવશે અને દર્દીઓ ના જીવ પણ જોખમમાં મુકાશે તેમ જાણવા મળી રહ્યું છે.

 


રાજકોટમાં ૩૫થી ૪૦ કોવિડ હોસ્પિટલ આવેલી છે.આ તમામ હોસ્પિટલોમાં વધી વધીને આજે મોડી સાંજ સુધી ઓકિસજન ચાલે તેટલો જથ્થો છે. જાણવા મળતી વિગત મુજબ વોકહાર્ટ હોસ્પિટલમાં ૧૯૦૦ લીટર એટલે કે રાત્રે બાર કલાક સુધી ચાલે તેટલું ઓકિસજન છે આ ઉપરાંત પરમ, સ્ટલગ, વેદાંત, આસ્થા, શાંતિ, સુરભી સહિતની શહેરની તમામ કોવિડ હોસ્પિટલ માં મર્યાદિત ઓકિસજનનો જથ્થો છે, ગત સાંજે પણ રાજકોટના તબીબોએ દોઢથી બે કલાક સુધી ઓકિસજન અને ઓકિસજનની પોકાર લગાવી હતી.

 


ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ ડો. પ્રફુલ કમાણી ના જણાવ્યા મુજબ, ડોકટરો સાથે તત્રં પણ રાજકોટને પૂરતો ઓકિસજન મળી રહે તે માટે મહેનત કરી રહ્યું છે, વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ ને ૧૨૦ ટન ઓકસીજનની જરિયાત સામે ગઈકાલે ૭૦ ટન આવ્યું હતું. તંત્રે જણાવ્યું છે કે આજે રાજકોટને સાંજ સુધીમાં ૧૦૦ ટન મળી જશે, જો આટલો જથ્થો પણ રાજકોટને મળી રહે તો ગંભીર પરિસ્થિતિમાં થોડી રાહત રહેશે.

 

 

રાજકોટને દરરોજ ૧૨૦ ટન ઓકિસજનની ડિમાન્ડ
રાજકોટમાં કોરોના ના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે તેમાંથી ૬૦ ટકા દર્દીઓ એવા છે કે જેમને ઓકિસજન આપવું પડે છે, હાલમાં દૈનિક ૧૨૦ ટન ઓકિસજન ની સામે ૭૦ ટન ઓકિસજન રાજકોટની મળ્યું હતું. આ ઉપરાંત ગત મોડી સાંજે શહેરની ઘણી હોસ્પિટલોમાં ઓકિસજનની ટેન્ક ખાલી થઈ જતા તબીબો સાપર અને મેટોડા દોડી જઇ દર્દીઓને બચાવવા માટે સિલિન્ડર લાવ્યા હતા. તબીબો જણાવે છે કે જો રાજકોટને હાલમાં ૧૦૦ ટન ઓકિસજન મળે તો પણ માંગને પહોંચી શકાય તેમ છે.

 

 

એક દર્દીને બે લીટરથી લઇ ૧૫ લિટર ઓકિસજન આપવો પડે
રાજકોટની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ૬૦ ટકા દર્દીઓના શ્વાસ ઓકિસજન પર ટકેલા છે. તબીબોના જણાવ્યા મુજબ એક દર્દીને બે લીટર થી ૧૫ લિટર ઓકિસજન ની જરત ઊભી થતી હોય છે. જો દર્દી વેન્ટીલેટર પર હોય તો તેને વધારે ઓકસીજન આપવું પડતું હોય છે. સિવિલ સહિત મોટાભાગની હોસ્પિટલમાં ઓકિસજન પર રહેનાર દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેને લઇને ઓકિસજન ની માંગ વધી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દાખલ ૩૫૦૦ જેટલા દર્દીઓમાંથી ૨૬૦૦ જેટલા દર્દીઓ ને ઓકિસજન આપવામાં આવી રહ્યું છે તેમ તબીબોનું તારણ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS