રાજકોટમાં કોરોનાથી જૈન સાધ્વીજી પુષ્પાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા

  • April 16, 2021 03:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પ્રવર્તિની પૂ. પુષ્પાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા છે. જૈન સાધ્વીજી ને થોડા દિવસ પહેલા કોરોના આવ્યો હતો અને તેઓ ઉપાશ્રય ખાતે ક્વોરોટાઇન થયા હતા , ગત મોડી રાત્રે તેમની તબિયત વધુ બગડતાં સવાણી કિડની હોસ્પિટલ ખાતે આવેલ કોવિડ વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે વહેલી સવારે તેઓ કાળધર્મ પામ્યા હતા.

 

 

પરમશ્રદ્ધેય પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. સમર્થ-નવલ ગુરુણીના સુશિષ્યા અને પૂ. કુંદનબાઈ મ.સ. ના લઘુભગિની પ્રવર્તિની બા.બ્ર.પૂ. પુષ્પાબાઈ મ.સ. આજે તા. 15-04-21 ના ગુરૂવારે સવારે 8.55 કલાકે રાજકોટ મુકામે કાળધર્મ પામ્યા છે.

 


ઝાંઝીબારમાં કાંતિભાઈ ભીમજીભાઈ મહેતાના ગૃહાંગણે જન્મેલા અને પડધરીમાં માતા નવલબેન, મોટાબેન કુંદનબેન અને નાનાબેન પુષ્પાબેન વિ.સં. 2014, માગસર સુદ-10 ના ભગવતી દીક્ષા 1-12-57 ના પૂ. દેવરાજજી મ.સા. ના હસ્તે દિક્ષા અંગીકાર કરેલ. મહાસતીજી ઈન્દ્રપ્રસ્થનગરમાં એડનવાલા આરાધના ભવનમાં બિરાજીત હતા. પૂ. સુશીલાજી મ.સ., પૂ. પ્રવીણાજી મ.સ., પૂ. ઉષાજી મ.સ., પૂ. પુનિતાજી મ.સ. વૈયાવચ્ચમાં કાર્યરત હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS