રાજકોટ મનપાનું નવા કરબોજવિહોણું રૂ.2275.80 કરોડનું બજેટ રજૂ

  • March 15, 2021 06:50 PM 

મિલકત વેરા વસુલાતનો ટાર્ગેટ 360 કરોડ, જમીન વેચાણની આવકનો ટાર્ગેટ 300 કરોડ, સેલેબલ એફએસઆઈની આવકનો ટાર્ગેટ 175 કરોડ, વ્યવસાય વેરાનો ટાર્ગેટ 30 કરોડ, વાહન વેરાનો 17 કરોડ, હોર્ડિંગ્સની આવકનો ટાર્ગેટ પાંચ કરોડ: રાજકોટમાં નવા ભળેલા માધાપર, મનહરપુર-1, ઘંટેશ્ર્વર, મુંજકા અને મોટામવા માટે 72 કરોડનું સ્પેશિયલ પેકેજ

 


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આજે રાજકોટ મહાપાલિકાનું ચાલુ નાણાકીય વર્ષ 2020-21નું રૂ.1544 કરોડનું રીવાઈઝડ અને આગામી નાણાકીય વર્ષ 2021-22નું રૂ.2132 કરોડનું નવા કરબોજ વિહોણું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ સહિતના સભ્યોએ બજેટ સ્વીકારીને આજથી જ તેનો અભ્યાસ શ કર્યો હતો. ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણીના સીધા માર્ગદર્શન હેઠળ ચીફ એકાઉન્ટ ઓફિસર અમિત એલ. સવજીયાણીએ તૈયાર કરેલા બજેટમાં એક પણ નવો કરવેરો નાખવામાં આવ્યો નથી. જ્યારે વેરા વસુલાતનો ટાર્ગેટ વધારીને આવક-જાવકના પલ્લા સરભર કરવા પ્રયાસ કરાયો છે. રાજકોટમાં નવા ભળેલા માધાપર, ઘંટેશ્ર્વર, મનહરપુર-1 (પાર્ટ), મુંજકા અને મોટામવા સહિતના પાંચ ગામોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માટે રૂ.72 કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવ્યું છે.

 


મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરેલા બજેટમાં ચાલુ નાણાકીય વર્ષ 2020-21નું મુળભૂત બજેટ જે રૂ.2132 કરોડનું હતું તે રિવાઈઝડ થયા બાદ ા.1544 કરોડનું થઈ ગયું છે. મતલબ કે ગત વર્ષે જે અંદાજે જાહેર કરાયા હતા તેમાં લોકડાઉન અને કોરોના મહાકારીના કારણે 588 કરોડનો તફાવત આવ્યો છે. મુળભૂત બજેટની તુલનાએ રિવાઈઝડ બજેટની રકમ 72 ટકા જેવી થઈ ગઈ છે. 28 ટકાનો તફાવત આવ્યો છે.

 


બજેટમાં દશર્વિેલી આવકોમાં મુખ્યત્વે કોઈ જ નવો કરવેરો નાખવામાં આવ્યો નથી કે જૂના કરવેરાના સ્લેબમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ મિલકત વેરા સહિતના વેરાઓની વસુલાતનો ટાર્ગેટ વધારીને આવક વધારવામાં આવી છે. મિલકત વેરાની આવકના ટાર્ગેટમાં ગત વર્ષની સરખામણીએ રૂ.100 કરોડનો વધારો કરીને રૂ.360 કરોડ કરવામાં આવી છે જેનો સીધો નિર્દેશ એવો છે કે, બાકીદારો પર ધોંસ બોલાવાશે. તદ્ ઉપરાંત વાહન વેરાની આવકનો ટાર્ગેટ રૂ.17 કરોડ, વ્યવસાય વેરાની આવકનો ટાર્ગેટ રૂ.30 કરોડ રાખવામાં આવ્યો છે. મંદીના કારણે હોર્ડિંગ્સની આવકનો ટાર્ગેટ વધારવાના બદલે ગત વર્ષે હતો તે મુજબ જ રૂ.5 કરોડ રાખવામાં આવ્યો છે. જ્યારે સેલેબલ એફએસઆઈની આવકનો ટાર્ગેટ ગત વર્ષે રૂ.100 કરોડ હતો તેમાં રૂ.75 કરોડનો વધારો કરીને રૂ.175 કરોડ કરવામાં આવ્યો છે. જમીન વેચાણની આવકનો ટાર્ગેટ ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.100 કરોડ હતો. જ્યારે આગામી નાણાકીય વર્ષમાં જમીન વેચાણની આવકનો ટાર્ગેટ ા.300 કરોડ કરવામાં આવ્યો છે. જ્યારે ગત નાણાકીય વર્ષમાં મહેકમ ખર્ચ મતલબ કે કર્મચારીઓનો કુલ પગાર ખર્ચ રૂ.315 કરોડ હતો જેમાં વધારો કરીને આગામી નાણાકીય વર્ષમાં પગાર ખર્ચ રૂ.345 કરોડે પહોંચ્યો છે. મિલકત વેરાની આવક અને પગાર ખર્ચની તુલના કરીએ તો મિલકત વેરાનો ટાર્ગેટ રૂ.360 કરોડ છે અને પગાર ખર્ચ રૂ.345 કરોડ છે. આમ જો પુરેપુરી વેરા વસુલાત થશે તો જ કર્મચારીઓના પગાર થઈ શકશે તે નકકી છે.

 


કોરોના વચ્ચે પણ રાજકોટની વિકાસયાત્રા અટકવા દીધી નથી: કમિશનર અગ્રવાલ
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે મહાપાલિકાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક મહામારી કોરોના વચ્ચે પણ રાજકોટની વિકાસયાત્રાને કોઈપણ સંજોગોમાં અટકવા દીધી નથી. અત્યંત કઠીન કામગીરી વચ્ચે પણ ‘વેન ધ ગોઇંગ ગેટ્સ ટફ, ધ ટફ ગેટ ગોઇંગ’ની કહેવતને મહાપાલિકા તંત્રએ સાકાર કરી બતાવી છે.

 


લોકડાઉન અને કોરોનાના કારણે ગત વર્ષનું બજેટ 2132 કરોડમાંથી 1544 કરોડનું થયું
રાજકોટ મહાપાલિકાનું ચાલુ નાણાકીય વર્ષનું બજેટ મુળભૂત રૂ.2132 કરોડનું હતું પરંતુ લોકડાઉન અને કોરોના મહામારીના કારણે આવકમાં તોતીંગ ગાબડું પડતાં તેમજ નવા વિકાસકામો હાથ નહીં ધરાતા બજેટનું કદ ઘટી ગયું હતું. આજે રજૂ કરેલા રિવાઈઝડ બજેટનું કદ 1544 કરોડ થતા 588 કરોડનો સીધો ઘટાડો થયો હતો. એકંદરે 72 ટકા બજેટનું અમલીકરણ થઈ શકયું હતું અને 28 ટકા બજેટ કોરોનાના કારણે અમલી બની શકયું ન હતું.

 

 

કર્મચારીઓનો પગાર ખર્ચ રૂ.345 કરોડ અને મિલકત વેરાની આવક રૂ.360 કરોડ
મહાપાલિકાના બજેટમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન 4500થી વધુ કર્મચારીઓનો વાર્ષિક પગાર ખર્ચ રૂ.345 કરોડ દશર્વિાયો છે અને તેની સામે મિલકત વેરા વસુલાતની આવક રૂ.360 કરોડ દશર્વિવામાં આવી છે. આવું પ્રથમવાર બન્યું છે અન્યથા પ્રતિ વર્ષ મિલકત વેરાની આવક કરતાં કર્મચારીઓનો પગાર ખર્ચ વધી જતો હોય છે પરંતુ પ્રથમવાર વેરા વસુલાતના ટાર્ગેટ એટલા વધારાયા છે કે તેની તુલનાએ કર્મચારીઓનો પગાર ખર્ચ ઘટી ગયો છે !

 

 

ધર્મેન્દ્ર રોડને પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી બનાવવા આયોજન
રાજકોટ શહેરમાં ભારત સરકાર દ્વારા પ્રેરિત સ્ટ્રીટસ ફોર પીપલ ચેલેન્જ પોજેક્ટ હેઠળ રાજકોટ શહેરના હાર્દ સમા એરીયા ધર્મેન્દ્ર રોડ અને તેને લાગુ માર્કેટ વિસ્તારને પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નાગરીકો માટે પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી એરિયા બનાવવા નીચે મુજબની જોગવાઇ કરવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં અંદાજીત 500 રનીંગ મીટરના વિસ્તારમાં પાર્કિગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સમગ્ર વિસ્તાર પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી કરવા પેવીંગ બ્લોકથી રી-સરફેઇસિંગ કરવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રીક લાઇનો દૂર કરાવી અન્ડર ગ્રાઉન્ડ વાયરીંગ/કેબલિંગ કરવામાં આવશે જેથી રસ્તાઓ અડચણ મુક્ત થશે.તમામ યુટીલીટી જેવી કે વોટર સપ્લાય, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ રસ્તાની એક તરફે ફેરવવામાં આવશે જેથી મેઇન્ટેનન્સમાં મુશ્કેલી ના આવે. સીનીયર નાગરીકો માટે બેટરી ઓપરેટેડ બસો ચલાવવાનું આયોજન છે. જેથી પોલ્યુશન ઘટાડી શકાય. વેપારીઓને મુશ્કેલી ન થાય તે રીતે વૈકલ્પિક માર્ગોનું આયોજન કરી માલ-સામાન પરિવહનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

 

 

એડવાન્સ વેરો ભરનારને વળતરની દરખાસ્ત
મે-2021 સુધી રાજકોટ મહાનગરપાલિકાની મોબાઇલ એપ અથવા વેબસાઇટ પરથી પેમેન્ટ કરવામાં આવે તો 11% ડીસ્કાઉન્ટ અને તે સિવાય અન્ય વ્યવસ્થા મારફત ચુકવણું થાય તો 10% ડીસ્કાઉન્ટ આપવાની જોગવાઇ કરવામાં આવી છે, તે રીતે જુન-2021 માં રાજકોટ મહાનગરપાલિકાની મોબાઇલ એપ અથવા વેબસાઇટ પરથી પેમેન્ટ કરવામાં આવે તો 6% ડીસ્કાઉન્ટ અને તે સિવાય અન્ય વ્યવસ્થા મારફત ચુકવણું થાય તો 5% ડીસ્કાઉન્ટ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષની જેમ મહિલાઓના નામે મિલ્કત હોય તેઓને વધારાનું 5% વળતર આપવા ની દરખાસ્ત છે

 

 

ડિજિટલ પેમેન્ટ પર વેરામાં વળતર
ભારત સરકારે કાળા નાંણાને ડામવા સમગ્ર દેશ માં રોકડ લેવડ-દેવડની જગ્યાએ કેશલેસ/ઈલેક્ટ્રોનિક લેવડદેવડને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો શરૂ કરવામાં આવેલ છે. આ બાબતમા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ  મિલકત ધારકોને ઇન્ટરનેટના માધ્યમથી કે કોઇપણ પ્રકારના ડીજીટલ ટ્રાન્જેકશનથી વેરો ભરવા આગામી વર્ષ 2021-2022 માટે રકમના 1% વળતર (ઓછમાં ઓછુ 50 રૂપિયા વધુમાં વધુ 250 રૂપિયા)  આપવા દરખાસ્ત છે.

 

 


કોરોના વચ્ચે પણ રાજકોટની વિકાસયાત્રા અટકવા દીધી નથી: કમિશનર અગ્રવાલ
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે મહાપાલિકાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કયર્િ બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક મહામારી કોરોના વચ્ચે પણ રાજકોટની વિકાસયાત્રાને કોઈપણ સંજોગોમાં અટકવા દીધી નથી. અત્યંત કઠીન કામગીરી વચ્ચે પણ ‘વેન ધ ગોઇંગ ગેટ્સ ટફ, ધ ટફ ગેટ ગોઇંગ’ની કહેવતને મહાપાલિકા તંત્રએ સાકાર કરી બતાવી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS