વાવાઝોડાને લઇ ૩૦૦૦ પોલીસ ૪૮ કલાક સુધી ઘરે નહીં જાય

  • May 17, 2021 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઉતે વાવાઝોડાને લઈને રાજકોટ પોલીસ સતર્ક બની છે અને રાજકોટ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને આગામી ૪૮ કલાક સુધી પોતાના ઘરે નહીં જવા પોલીસ કમિશનરે સૂચના આપી છે જેને પગલે શહેર પોલીસના ત્રણ હજાર જેટલા કર્મચારીઓ આગામી ૪૮ કલાક સુધી સ્ટેન ટુ તૈનાત રહેશે અને કોઈપણ ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક કામગીરી કરશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.

 


પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે હાલમા તાઉતે વાવાઝોડુ જે ગુજરાતમાં પ્રવેશવાની ખુબજ સંભાવના રહેલ છે જે વાવાઝોડુ ગુજરાતમાં પ્રવેશ કરે તો તેનાથી જાનમાલની નુકશાની ન થાય તે માટે સરકાર દ્રારા તકેદારી રાખવા માટે તમામ જરી સુવીધાઓ ઉભી કરવામા આવેલ છે જેની સાથે રાજકોટ શહેર પોલીસ દ્રારા પણ રાજકોટ શહેરના નાગરીકો સુરક્ષીત રહે તે માટે અગાઉથીજ તકેદારીના પગલાઓ રાખવામા આવેલ છે અને જરી તમામ તૈયારીઓ કરવામા આવેલ છે. વાવાઝોડાની પરિસ્થિતીને અનુલક્ષીને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા સાહેબ ઝોન–૧, ડીસીપી મનોહરસિંહ જાડેજા સાહેબ ઝોન–ર ના માર્ગદર્શન હેઠળ તાઉતે વાવાઝોડા સમયે ભારેથી અતીભારે વરસાદની આગાહી હોય જેથી રાજકોટ શહેર પોલીસ દ્રારા નીચાણવાળા વિસ્તારો જે આશરે કુલ ૩૧ આવેલ છે. જયા સતત મોનીટરીંગ રાખવામા આવી રહેલ છે તેમજ તેવા સ્થળો ખાતે યોગ્ય પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામા આવેલ છે

 

 

તેમજ સ્થળાંતરીત કરવા લાયક વ્યકિતઓની વિગતો મેળવવામા આવેલ છે તેમજ સંકટની પરિસ્થિતીમાં પહોંચી વળવા માટે કુલ ૧૨૫ જેટલા તરવૈયા, દોરડાઓ, સર્ચ લાઇટો, લાઇફ જેકેટ, સ્થળાંતરીત વ્યકિતઓ માટે આશ્રય સ્થાનો તેમજ જરી તમામ વાહનોની અગાઉથીજ તૈયારીઓ કરવામાં આવેલ છે તેમજ સંકટ સમયે જરી મદદ મેળવવા માટે સ્વૈચ્છીક સંસ્થાઓનો અગાઉથીજ સંપર્ક કરવામા આવેલ છે તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટ ધરાવતા એકમો તથા પ્રાઇવેટ સીકયુરીટી સાથે પણ સંકલનમા રહેવામા આવેલ છે તેમજ સાથે રાજકોટ શહેરના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ, ટી.આર.બી. હોમગાર્ડ તથા ફાળવવામાં આવેલ એસ.આર.પી. જવાનો મળી કુલ ૩૦૦૦ જેટલા પોલીસ અધિકારી જવાનો જે વાવાઝોડાની પરિસ્થીતીને ધ્યાને લઇ કોઇ જાનહાની ન થાય તેને પ્રાથમીકતા આપી ૪૮ કલાક સુધી પોતાની ફરજ ઉપર હાજર રહેશે અને પોતાના ઘરે પણ જશે નહી જેઓને તેમના ફરજના સ્થળેજ રહેવા, જમવાની સુવીધા કરવામા આવેલ છે તેમજ રાજકોટ શહેર પોલીસ દ્રારા મોટી ગાડીઓ તથા ક્રેઇનો ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. શહેર પોલીસ તમામ પરિસ્થતિતીમાં રાજકોટ શહેરની જાહેર જનતા સાથે છે,

 

 

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે શહેરના જાગૃત નાગરીક તરીકે લોકોની પણ પોતાની નૈતીક જવાબદારીઓ રહેલ હોય છે જેમા વાવાઝોડા અનુસંધાને પોતાના રહેણાંક મકાનની છત ઉપર કોઇ એવો માલ સામાન ન રાખવો કે જે વાવાઝોડાના કારણે ઉડે કે પડે તો પોતાને કે અન્ય કોઇને શારીરીક નુકશાન ન થાય તે માટે છત ઉપર રાખવામા આવેલ સામાન સુરક્ષીત જગ્યાએ રાખવા તેમજ દીવાલ ઉપર રાખવામા આવેલ કુંડા વિગેરે પણ નીચે ઉતારી સુરક્ષીત રાખવા તેમજ વૃક્ષો નીચે ઉભુ રહેવુ નહી જેથી કરી વાવાઝોડામાં કોઇ નુકશાન ન થાય. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્રારા તાઉતે વાવાઝોડા સમયે રાજકોટ શહેરમાં આવેલ પોલીસ સ્ટેશનો તથા પોલીસ લાઇનો ખાતે ઇમારતોની છત ઉપર થી તમામ જોખમી માલ સામાન નીચે ઉતારી સુરક્ષીત રાખવા સુચનાઓ કરવામા આવેલ જે અનુ સંધાને રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનો તથા પોલીસ લાઇનો ખાતેની છતો ઉપરથી તમામ જોખમી માલ–સામાન ઉતારી લેવામા આવેલ અને જે અંગે જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓને છત ઉપરથી માલ–સામાન હટાવી લેવામા આવેલ છે કે કેમ ? તેની ખરાઇ કરવા સુચનાઓ કરવામાં આવેલ જેમાં રાજકોટ શહેર પોલીસ દ્રારા ડ્રોન કેમેરા મારફત તમામ છત ઉપર કોઇ જોખમી માલ–સામાન પડેલ નથી તે બાબતે ચકાસણી કરવામા આવેલ હતી જેથી વાવાઝોડા સમયે પોલીસ સ્ટેન્ડ ટુ હોય જે પરિસ્થતીમા પોલીસ પરિવાર પણ સુરક્ષીત રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામે નહી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્રારા રાજકોટ શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આવનાર તાઉતે વાવાઝોડાને અનુસંધાને શહેરીજનોએ કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં અને વાવાઝોડા સમયે પોતાના ઘરમાજ સુરક્ષીત બારી–બારણા બધં કરી રહેવુ કામ વગર કોઇએ બહાર નહીં નીળકવા તેમજ ખોટી અફવાઓ નહી ફેલાવવા અપીલ કરવામા આવે છે.

 

 


ઓકિસજનની હેરફેર કરતા વાહનો માટે ગ્રીન કોરિડોર
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર્રના વિસ્તારમાં સંભવિત આવનાર વાવાઝોડા સંદર્ભે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા તત્રં સુસ છે.આથી લોકોએ આ બાબતે ભય રાખવાની જર નથી હાલ કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને ઓકિસજન સપ્લાયનો પુરવઠો સતત મળી રહે તેમજ કોઇ જ મુશ્કેલી ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા કરાઇ છે.ઓકસીજન પ્લાન્ટમાંથી ઓકસીજનના પુરવઠાનું પરિવહન કરતા ટેન્કરોને પણ અડચણો ન આવે તે માટે ખાસ ગ્રીન કોરીડોરની વ્યવસ્થા કરાઇ છે. જેને અનુસંધાને રાજકોટ શહેરથી જામનગર હાઇવે તથા અમદાવાદ હાઇવે તથા અન્ય સ્થળોએ ઓકસીજન પહોંચાડવા ગ્રીન કોરીડોર રોડ પણ ચાલુ રાખવામાં આવનાર છે.

 

 


અગમચેતી: ભયજનક વિસ્તારમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરતી પોલીસતાઉત વાવાઝોડાના પગલે તમામ તત્રં હાઇ એલર્ટ પર છે ત્યારે શહેરમાં પોલીસ દ્રારા ભયજનક વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. શહેરના આજીડેમ પોલીસ મથક અને ભકિતનગર પોલીસ મથકના સ્ટાફ દ્રારા ભયજનક વિસ્તારમાં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

 

 


આજીડેમ પોલીસ મથકના પી.આઈ વી.જે. ચાવડાની રાહબરીમાં પી.એસ.આઇ એમ. એમ.જાલા તથા સ્ટાફ દ્રારા આજીડેમ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં આવતા કોઠારીયા આરોગ્ય કેન્દ્ર સામેના વિસ્તારમાં રહેતા ૩૦થી ૪૦ જેટલા પરિવાર તેમજ ખોખળદળ નદીના કાંઠાના વિસ્તારમાં રહેતા ૨૫ જેટલા પરિવારોનું કોટેચા સ્કૂલ તથા તિપતિ સ્કૂલ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે, અને અહીં તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે. ભકિતનગર પોલીસ મથકના પી.આઈ જે.ડી. ઝાલાની રાહબરીમાં પોલીસ ટીમ દ્રારા ૧૪૫ જેટલા લોકોનું સ્થળાંતર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લલુડી વિસ્તારમાંથી ૭૦ જેટલા લોકોનું સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે.આ ઉપરાંત ઈમરજન્સી પોલ તૈયાર કરવામાં આવ્યા છે.

 

 

છ જેટલા સેન્ટર હોમ કાર્યરત કરવામાં આવ્યા છે તરતાં આવડે તેવા ૧૫ જેટલા સંરક્ષક સ્ટેન્ડ ટુ રખાયા છે. તેમજ કનૈયા મિત્ર મંડળ યુવા ગ્રુપના ૫૦ યુવાનોની વાવાઝોડા દરમ્યાન મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત શહેર પોલીસ દ્રારા શહેરના અનેક વિસ્તારોમાં પીસીઆરવાન મારફતે પહોંચી માઇક દ્રારા તેઓને સૌથી રાખવા અને સલામત સ્થળે ખસી જવા સહિતની સૂચનાઓ આપવામાં આવી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS