રહેવા માટે સારા શહેરોમાં રાજકોટ 20મા નંબરે

  • March 04, 2021 04:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકારના કેન્દ્રીય શહેર વિકાસ વિભાગ દ્વારા આજે બપોરે દેશના 100 સ્માર્ટ સિટીઝનું રેન્કિંગ જાહેર કરાયું હતું જેમાં રંગીલુ રાજકોટ દેશના રહેવાલાયક શહેરોમાં 20મા ક્રમે આવ્યું છે તેમજ મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેકસમાં 15મા ક્રમે આવ્યું છે. રાજકોટ શહેરમાં હજુ પણ અનેક દુવિધાઓ અને હાડમારી યથાવત છે તેમ છતાં રાજકોટ મહાપાલિકાને ઉચ્ચ ક્રમાંક મળતા શહેરીજનોએ સુખદ આશ્ર્ચર્ય અનુભવ્યું હતું. અલબત આ રેન્કિંગમાં સુરત રાજકોટથી આગળ નીકળી ગયું છે અને મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેકસમાં દેશમાં બીજો ક્રમ મેળવ્યો છે.

 


રાજકોટ મહાપાલિકાના સૂત્રોએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેકસમાં રાજકોટ દેશભરમાં 20મા ક્રમે આવ્યું છે આ રેન્કિંગ માટે વિવિધ પાંચ ચોક્કસ બાબતોના ક્રાઈટ એરિયાને ધ્યાને લઈને મૂલ્યાંકન કરાય છે.

 


આ માટેના ઓવરઓલ રેન્કિંગમાં રાજકોટને 55.94 ટકા માર્કસ મળ્યા છે. જે અન્ય ચાર બાબતો મૂલ્યાંકિત કરાય છે તેમાં જીવનની ગુણવત્તા (51.86 માર્ક) આર્થિક સક્ષમતા (13.32 માર્ક), સસ્ટેઈનેબિલીટી (59.55 માર્ક) અને સિટીઝન પરસેપ્શનમાં (79.50 માર્ક) સાથે રાજકોટ દેશમાં રહેવાલાયક શહેરોના લિસ્ટમાં 20મા ક્રમે આવ્યું છે. જયારે મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેકસમાં રાજકોટ દેશમાં 15મા ક્રમે આવ્યું છે જેમાં રાજકોટને ઓવરઓલ પર્ફોમન્સમાં 50.03 ટકા માર્ક મળ્યા છે. આ ઈન્ડેકસમાં વિવિધ પાંચ બાબતોનું મૂલ્યાંકન કરી રેન્કિંગ અપાય ચે જેમાં વિવિધ મ્યુનિસિપલ સર્વિસિઝમાં 50.03 ટકા માર્કસ, ફિનાન્સમાં 55.24 ટકા માર્કસ, ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગમાં 31.44 ટકા માર્કસ અને પ્લાનિંગમાં 42.22 ટકા માર્કસ તથા ગવર્નન્સમાં 40.84 ટકા માર્કસ સાથે રાજકોટે 15મો ક્રમ હાંસલ કર્યો છે.

 

રાજકોટને કઈ કેટેગરીમાં કેટલાં માર્ક મળ્યા


ઈઝ ઓફ લિવિંગ


ઓવરઓલ સ્કોર    55.94
જીવનની ગુણવત્તા    51.86
આર્થિક સક્ષમતા    13.52
સસ્ટેઈનીબિલિટી    59.55
સિટીઝન પરસેપ્શન    79.50


મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેકસ


ઓવર ઓલ સ્કોર    50.03
સેવાઓ        65.90
ફાઈનાન્સ        55.24
ટેકનોલોજી        31.44
પ્લાનિંગ        42.22
ગવર્નન્સ    40.84


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS