રાજકોટવાસીઓ કૃપયા ધ્યાન આપો, વોટ્સએપ પર RMCના નામે વાયરલ થયેલા રેડ એલર્ટના મેસેજથી ન ગભરાશો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં કોરોનાના કેસ વધતાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે જેમાં રાજકોટમાં રેડ એલર્ટની વાત કહેવામાં આવી છે. આ મેસેજ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે એક ફેક મેસેજ છે. આ મેસેજ વાયરલ થયા બાદ સ્પષ્ટતા કરતાં આરએમસી કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરી છે કે અફવાઓથી નહી ગભરાવાની જરૂર નથી.  મ્યુનિ. 


હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, આવા સંકટ સમયે સૌએ સાથે મળીને મહામારીમાંથી બહાર આવવાના પ્રયત્નો કરવા અત્યંત આવશ્યક છે ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મુકાતી રહેતી જાતજાતની પોસ્ટ વગર વિચાર્યે ફોરવર્ડ કરી રહ્યા છે, જેનાથી નાગરિકોમાં ભય, ચિંતા અને અવઢવની સ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિને કારને નાગરિકો અને તંત્ર દ્વારા મહામારી સામે લડવા માટે થઇ રહેલા પ્રયાસો પર વિપરીત અસર પહોંચાડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને ઘરે ઘરે ફરીને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે  જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે. 


સોશિયલ મીડિયા પરની અફવાથી દોરાઈને લોકો ભયભીત ના થાય અને ખરેખર સત્ય હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરે એ વાસ્તવમાં સમાજ સેવા કરી ગણાય. લોકો સોશિયલ મીડિયા પરની અનાધિકૃત માહિતીથી ચેતે અને સમાજમાં ભયની લાગણી ના પ્રસરે તેની તકેદારી રાખે એમાં જ સૌનું ભલું છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.


મહાપાલિકાના નામે વાયરલ થયેલો મેસેજ

રેડ એલર્ટ રાજકોટ

રાજકોટ રેડ એલર્ટ પર છે.  કટોકટી ન આવે ત્યાં સુધી કૃપા કરીને બહાર ન જશો.  કોવિડ 19 કેસ નિયંત્રણ બહાર છે.  રાજકોટ હવે ગુજરાતનું હોટસ્પોટ છે.  શહેરના તમામ સ્મશાનમાં 8 થી 12 કલાકની પ્રતીક્ષા છે.  પ્રત્યેક કોવિડ હોસ્પિટલોમાં પરિસ્થિતિ લગભગ અનીયંત્રીત છે.  કૃપા કરીને ઘરે રહો.

 

ઉપરોક્ત મેસેજ વોટ્સએપમાં આવે તો તેને ફોરવર્ડ પણ ન કરવો. આ એક ફેક મેસેજ છે જે લોકોમાં ભય ઊભો કરી શકે છે. તેથી તેના પર વિશ્વાસ ન કરવા આરએમસી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. 

આરએમસી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application