રાજકોટવાસીઓ ચિંતા ન કરે, સરકાર પડખે ઉભી છે: વિજયભાઈ

  • April 10, 2021 03:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કોરોના બેકાબુ બનતા હડકંપ મચી ગયો છે અને તેને કરવા અને પરીસ્થિતિનો તાગ મેળવવા આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ સહિતના લોકો આવ્યા છે અને સમિક્ષા કરી રહ્યા છે. શહેરના ડોકટરો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસ વધી રહ્યા છે પરંતુ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર પ્રજાની પડખે ઉભી છે અને તેને કોઈ સમસ્યા નહી નડે. તેમણે કહ્યું હતું કે, અત્યારે સરકારનું મુખ્ય ધ્યેય સંક્રમણ વધતું અટકાવવાનું છે અને લોકો વધુને વધુ પ્રમાણમાં રસીકરણ કરાવે તે પણ જોવામાં આવી રહ્યું છે.

 


તેમણે કહ્યું હતું કે, રાજકોટ શહેર કે જીલ્લામાં ક્યાય બેડની અછત નહિ પાડવા દેવાય. રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરવા માટે જરૂરી સુચના આપી દેવામાં આવી છે. રાજકોટ શહેર-જિલ્લામાં હાલમાં 4200 જેટલા બેડ છે અને આગામી થોડા દિવસમાં બેડની સંખ્યા 6631 સુધી લઈ જવામાં આવશે. આઈએમએ દ્વારા પણ 600 બેડની ખાતરી આપવામાં આવી છે. વધુમાં નાના નર્સિંગ હોમને કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે પણ ડોક્ટરોને કહેવામાં આવ્યું છે. આ સિવાય જુદાજુદા સમાજની વાડીઓમાં ઓછી અસર ધરાવનારા કોરોનાના દર્દીઓને રાખવામાં આવનાર છે.

 


તેમણે રેમડેસીવીર ઈન્જેક્શનની કોઈ અછત નહીં હોવાનું જણાવ્યું હતું. બિન જરૂરી રીતે આવા ઈન્જેક્શન ન લેવા પણ ડોક્ટરોએ સલાહ આપી છે તેથી હવે કોવિડ હોસ્પિટલોને જ  ઈન્જેક્શન આપવામાં આવશે.

 


રાજકોટમાં કોરોનાના સંક્રમણ અંગે સમિક્ષા કરવા આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સાથેની બેઠક સફળ રહી છે અને ખાનગી હોસ્પિટલોમાં 500 જેટલા બેડ વધારવા માટે તબીબોએ તૈયારી દશર્વિી છે. વધુમાં નવી હોસ્પિટલોને નડતો ફાયર એનઓસીનો પ્રશ્ર્ન પણ એક મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સ્થગિત થતાં નવી કોવિડ હોસ્પિટલો કાર્યરત થઇ શકશે અને સિવિલ તથા અન્ય ખાનગી હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે.

 


ઇન્ડીયન મેડિકલ એસોસિએશન (રાજકોટ ચેપ્ટર)ના પ્રમુખ ડો.પ્રફુલ કમાણી આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે બપોરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથેની બેઠકમાં કેટલાંક મહત્વના નિર્ણયો લેવાયા છે. ડોકટરોએ મુખ્યમંત્રી સમક્ષ ફાયર એનઓસીના મુદ્દે રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ આ રજૂઆત સ્વીકારી એક મહિના માટે આ મુદ્દો સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. આજની બેઠકમાં મુખ્યમંત્રીએ ફાયર એનઓસી નહીં હોય તો પણ એક મહિના માટે કોવિડ હોસ્પિટલો શ કરી શકાશે તેવી છૂટ આપતા તબીબોએ 500 વધારાના બેડ શરૂ કરાશે તેવી ખાતરી આપી હતી. જોકે, મુખ્યમંત્રીએ હાલમાં 1000 બેડની જરીયાત ઉપર ભાર મુકયો હતો.

 


ડો.પ્રફુલ કમાણીના જણાવ્યા અનુસાર ફાયર એનઓસી નહીં હોય તેવી હોસ્પિટલોમાં માઇલ્ડથી માઇનોર કોરોના ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે. હાલમાં આવા દર્દીઓ સિવિલ કે અન્ય હોસ્પિટલામાં હશે તો તેમને આવી હોસ્પિટલોમાં શિફટ કરવામાં આવશે. આમ કરવાથી જુદી જુદી હોસ્પિટલો ઉપરના ભારણમાં 20 ટકાનો ઘટાડો કરી શકાશે તેમ પણ ડો.પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું.

 


મુખ્યમંત્રી સાથેની આજની બેઠકમાં કોરોનાના બાળ દર્દીઓ માટે પણ બેડ વધારવાની તૈયારી ડોકટરોએ દશર્વિી હતી. જેમાં અમૃતા હોસ્પિટલે 10 અને સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલે 20 એમ કુલ 30 બેડ વધારવાની જાહેરાત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS