કરણપરા, ભક્તિનગર, રણછોડનગર, રેલનગરમાં બાકીદારોની 13 મિલકત સીલ

  • March 13, 2021 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ હવે મિલકત વેરા વસુલાતનો રૂ.248 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આક્રમક બની છે. આજે બીજા શનિવારની સરકારી રજાના દિવસે પણ શહેરના ત્રણેય ઝોનમાં કુલ 13 મિલકતો સીલ કરી ત્રણ કલાકમાં રૂ.24.94 લાખની રિકવરી કરી છે. મુખ્યત્વે કરણપરા, ભક્તિનગર, રણછોડનગર અને રેલનગર સહિતના વિસ્તારોમાં બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી હતી.

 

 

વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.3માં રેલનગર મેઈન રોડ પર શ્રીજી કોમ્પ્લેકસમાં પહેલાં માળે આવેલ કોમર્શિયલ યુનિટને બાકી વેરા બદલ સીલ કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.4માં કુવાડવા રોડ પર ભગવતી ડીઝલના ત્રણ યુનિટ બાકી માંગણા બદલ સીલ કરાયા હતા. રણછોડનગર વિસ્તારમાં આવેલ કોમર્શિયલ યુનિટ સીલ કરતાં બાકીદારે તાબડતોબ રૂ.1.05 લાખનો વેરો ચૂકતે કરી દીધો હતો. વોર્ડ નં.7માં કરણપરા વિસ્તારમાં આવેલ કલ્પતરુ બિલ્ડિંગના ફર્સ્ટ ફલોરના બાકી માંગણા બદલ મિલકત સીલ કરવામાં આવી હતી. કરણસિંહજી મેઈન રોડ પર શ્યામપ્રભુ એપાર્ટમેન્ટમાં રહેણાંક મિલકત બાકી માંગણા સબબ સીલ કરી દેવાઈ હતી. ભક્તિનગર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કલ્પ્ના કોટેજ યુનિટને બાકી માંગણા સબબ સીલ કરાયું હતું. વોર્ડ નં.17માં કૈલાશપતિ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 2 ઈન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા અન્વયે સીલ કરતા 1.85 લાખની રિકવરી થઈ હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS