રાજકોટમાં કોંગ્રેસ તરફી અંડર કરંટ, 45 પ્લસ બેઠક મળશે : આજકાલની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો દાવો

  • February 20, 2021 02:56 AM 

આજકાલની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો દાવો

મોંઘવારીએ માઝા મુકી છે, ઇ-મેમોના ત્રાસથી શહેરીજનો કંટાળેલા છે, પીવાનું પાણી પુરતું નહીં મળતું હોવાથી લોકોમાં ભારોભાર નારાજગી છે અને તેની સામે કોંગ્રેસ પાસે એક ચોકકસ પ્રકારનું વિઝન છે અને કોંગ્રેસે આવનારા દાયકાઓને ધ્યાનમાં રાખીને શહેરના સંતુલિત વિકાસ માટે રોડમેપ તૈયાર કરેલો છે. આ સ્થિતિમાં રાજકોટમાં કોંગ્રેસ તરફી અંડર કરંટ જોવા મળી રહ્યો છે અને મંગળવારે મત ગણતરી થશે ત્યારે 45થી વધુ બેઠકો મેળવીને કોંગ્રેસ સત્તા મેળવશે તેવો દાવો પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે એક ખાસ મુલાકાતમાં કર્યો હતો. આજકાલની શુભેચ્છા મુલાકાતે આવેલા હાર્દિક પટેલે કહ્યું હતું કે, રાજકોટ જ નહીં પરંતુ અમદાવાદ અને સુરત મહાનગરપાલિકામાં પણ અમને ઘણી આશા છે. આજ રીતે પંચાયતોની ચૂંટણીમાં પણ કોંગ્રેસ માટે ઉજળી તક છે.


હાર્દિક પટેલે કહ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાની શઆત થઇ ત્યારથી જ કોંગ્રેસ માટે ચિત્ર સારુ જ છે કારણ કે, ભાજપના એકહથ્થુ શાસનથી કંટાળી ગયા છે, વધુમાં પ્રજા પણ સમજદાર છે અને આ વખતે પરિવર્તનનો મનોમન નિર્ણય લઇ લીધો છે. લોકોને પેટ્રોલનો ભાવ 100 પિયા અને રાંધણ ગેસનો બાટલો 775 પિયામાં મળી રહ્યો છે જે ભૂતકાળમાં કયારેય જોવા નથી મળ્યો. એક તરફ મોંઘવારીએ માઝા મુકી છે અને બીજી તરફ પ્રજા ઉ5ર અન્યાય થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોની આશાનું કિરણ કોંગ્રેસ પક્ષ છે.રાજકોટમાં આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે પરંતુ આપ એ ભાજપ્ની બી ટીમ જેવી છે અને તેને આર્થિક મદદ કરે છે તેવું પણ હાર્દિક પટેલે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની લડાઇ માત્ર સત્તા સામે હોતી નથી પરંતુ અન્યાય સામે પણ હોય છે, અને કોંગ્રેસ પક્ષ કામ કરતો પક્ષ છે. અમે લાંબા સમયથી મજબૂત વિપક્ષની ભૂમિકામાં છીએ અને અમારી લડાઇ લાંબી ચાલશે એ પણ અમે જાણીએ છીએ. દેશને આઝાદી પણ 200 વર્ષની લડાઇ પછી મળી હતી.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, જયારે ચૂંટણી આવે ત્યારે ભાજપ મતદારો સાથે સાયકોલોજીકલ ગેઇમ રમે છે અને સરકારી તંત્ર ઉપર દબાણ લાવીને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કરાવે છે. આ વખતે પણ કોંગ્રેસના જે ફોર્મ રદ થયા છે એમાંથી 70 ટકા ફોર્મ માત્ર ટોઇલેટ બ્લોક નહીં હોવાના કારણે રદ કરવામાં આવ્યા છે. ચૂંટણી સમયે કોંગ્રેસના નેતાઓને ખરીદવાની પ્રવૃત્તિ પણ ભાજપ જ કરે છે અને તે વાત લોકો સમજી ગયા છે.


તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં હકારાત્મક રીતે લડે છે. ઉમેદવારોની પસંદગીમાં પણ યુવાન અને શિક્ષિત ઉપર ધ્યાન કેન્દ્રિત કરેલ છે. માત્ર રાજકોટની વાત કરીએ તો અમારા 28 ઉમેદવારો 30 વર્ષની આસપાસના છે. અમે આ વખતે રાજકોટમાં જંગી બહમતીથી વિજય બનીને ઇતિહાસ રચવા જઇ રહ્યા છીએ. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વાસ્તવિક વચનો પણ આપેલા છે અને અમે તેના પર મકકમ છીએ. આ શુભેચ્છા મુલાકાતમાં રાજકોટના કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, અગ્રણી મિતુલ દોંગા તથા અન્યો જોડાયા હતાં.


કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો.... હાર્દિક પટેલે જણાવી છ પ્રાયોરિટી
રાજકોટમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો તેની પ્રાયોરિટી શું હશે તેવા પ્રશ્ર્નના જવાબમાં હાર્દિક પટેલે છ જુદા જુદા મુદ્દાઓ રજૂ કયર્િ હતાં.
- ઇન્ટરનેટનો વપરાશ વધ્યો છે અને ડેટાનો ચાર્જ ઘણો વધારે છે તેથી અમે રાજકોટમાં અનેક સ્થળોએ ફ્રી વાઇ-ફાઇ ઝોન ઉભા કરીશું.
- મધ્યમ વર્ગ માટે શિક્ષણ મોંઘુ થયું છે તેવા સંજોગોમાં મહાનગરપાલિકા સંચાલીત વિના મૂલ્યે શિક્ષણ આપતી ઇંગ્લીશ મિડિયમની શાળાઓ શ કરવામાં આવશે.
- મંદી અને મોંઘવારી બન્ને ભરડો લઇ ગયા છે અને આવા સંજોગોમાં લોકોના પૈસા બચે તે માટે અમે મિલકત વેરામાં 50 ટકા કાપ મુકશું અને અન્ય વેરાઓ પણ ઓછા કરીશું.
- રાજકોટમાં વર્ષોથી માત્ર 20 મિનિટ પાણી આપવામાં આવે છે. જે મળે છે તે પણ ધીમી ધારે મળે છે. આથી નર્મદાનું પાણી પૂરતા પ્રેશરથી અને ચોખ્ખુ મળી રહે તે માટેના પ્રયાસો રહેશે અને તે નહીં મળે ત્યાં સુધી પાણી વેરો માફ કરાશે.
- રાજકોટમાં ટ્રાફિક સમસ્યા ઘણી વિકરાળ છે અને લોકોને પાર્કિંગની જગ્યા મળતી નથી. આવા સંજોગોમાં કોંગ્રેસ ઠેક-ઠેકાણે ફ્રી પાર્કિંગ ઝોન બનાવશે.
- રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત એક પણ હોસ્પિટલ નથી તેથી કોંગ્રેસ ચારેય ઝોનમાં આવી હોસ્પિટલ ઉભી કરશે સાથો સાથ દરેક વોર્ડમાં તિરંગા કલીનીક ઉભા કરશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS