ભાવનગરના ચકચારી તોડકાંડનાં છઠ્ઠો આરોપી રાજુને એસઆઇટી એ દબોચી લીધો

  • April 28, 2023 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ડમીકાંડના આરોપીઓ સાથે એક કરોડની ડીલમાં હતો સામેલ


ભાવનગરના ચકચારી ડમીકાંડના આરોપીઓ પાસેથી રૂપિયા એક કરોડ જેવી રકમ બળજબરીથી કઢાવી લેવાના તોડકાંડમાં પોલીસે અગાઉ યુવરાજસિંહ જાડેજા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કર્યા બાદ આજે આ ગુનાના વધુ એક આરોપી રાજુની ધરપકડ કરવામાં આવી છે.


ભાવનગરના ડમીકાંડ કૌભાંડમાં આરોપી પ્રકાશ ઉર્ફે પી.કે. દવે તથા પ્રદીપભાઈ બારૈયા પાસેથી રૂપિયા 45 લાખ તથા રૂપિયા 55 લાખની મોટી રકમ બળજબરીથી કઢાવી લીધાનું ખૂલતા પોલીસે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવીને તેવી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. આ તોડકાંડમાં પોલીસે યુવરાજસિંહ જાડેજા, શિવરાજસિંહ ઉર્ફે શિવુભા, કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, ઘનશ્યામ લાધવા અને બીપીન ત્રિવેદીની અગાઉ ધરપકડ કર્યા બાદ આજે આ ગુનામાં સંડોવાયેલ બધું એક આરોપી અલ્ફાઝખાન ઉર્ફે રાજુ ફરીદખાન પઠાણ ( ઉં.વ. ૩૧, રહે. ઉપરકોટ કાળાનાળા, ભાવનગર ) ને ઝડપી લીધો હતો.


આ કામના પકડાયેલા આરોપી આલ્ફાઝખાન ઉર્ફે રાજુ એ પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે સાથે થયેલ રૂપિયા એક કરોડની ડીલમાં પોતે હાજર હતો. જે બંને મિટિંગ પૈકી પ્રદીપ બારીયા સાથેની મિટિંગમાં રૂપિયા ૫૫ લાખમાં ડીલ ફાઈનલ કરાવવા સારું પ્રદીપ બારૈયાને જણાવેલ હતું જે બાદ પ્રદીપ બારૈયા રૂપિયા 55 લાખ યુવરાજસિંહ જાડેજાને આપવા માટે સહમત થયો હતો.


આ ચકચારી તોડકાંડમાં સંડોવાયેલા તમામ છ આરોપીઓની પોલીસે ધરપકડ કરી રૂપિયા એક કરોડની ડીલ પૈકી રૂ. 76,50,000 કબજે કર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application