બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસિકા રાજયોગિની હૃદયમોહિનીનું 93 વર્ષની વયે નિધન 

  • March 11, 2021 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનના માઉંટ આબુ સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય પ્રશાસિકા દાદી હૃદયમોહિનીનું ગુરુવાર અને મહાશિવરાત્રીના પર્વ પર નિધન થયું છે. 93 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. દાદી હૃદયમોહિનીએ 50 વર્ષ સુધી પરમાત્માના સંદેશને વિશ્વમાં ફેલાવવાનું કામ કર્યું છે. 

 

 


તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર મુંબઈની હોસ્પિટલમાં ચાલી રહી હતી. અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હવે તેમના પાર્થિવ દેહને મુંબઈથી માઉંટ આબુ લઈ જવામાં આવશે. 

 

 

આ દુ:ખદ સમાચારથી તેમના ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ 46 હજાર બહેનોના માર્ગદર્શક અને અભિભાવક હતા. એક મહિલા તરીકે તેમણે સંસ્થાને નવી ઊંચાઈ સુધી લઈ જવામાં મોટું યોગદાન આપ્યું છે. દાદી હૃદયમોહિનીનો જન્મ કરાંચીમાં થયો હતો. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021