કોરોનાના કહેર વચ્ચે રામનવમી રામમય બની

  • April 22, 2021 07:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટારની બે ચેનલો પર દસ કલાક કરતા વધુ સમય સુધી રામાયણનું પ્રસારણ 

 

ભાવનગર શહેર સહિત  આખા દેશમાં કાળમુખો કોરોના કહેર મચાવી રહયો છે ત્યારે સ્ટારની બે ચેનલો પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની ગાથા ગાતી રામાયણ સિરિયલ દસ કલાક કરતા વધુ સમય સુધી પ્રસારિત કરાઈ હતી અને હજારો લોકોને રામમય બનાવ્યા હતા. 

 

 

આમ તો સ્ટાર ભારત ચેનલ પર સવારે દસથી બાર વાગ્યા સુધી અને રાત્રે સાતથી આઠ વાગ્યા સુધી રામાનંદ સાગરની લોકપ્રિયતાના તમામ શિખરો સર કરનાર આ લોકપ્રિય શ્રેણી પ્રસારિત થાય છે  જે એપ્રિલ ૨૦૨૦ બાદ નવમી વખત પ્રસારિત થાય છે અને તેને અભૂતપૂર્વ પ્રતિસાદ પણ મળી રહયો છે. હવે ૨૧મી ને  બુધવારે બપોરે  એકવાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી વિવિધ તબબકામાં આ લોકપ્રિય શ્રેણી પ્રસારિત કરવામાં આવી હતી.

 

 

પહેલા સીતા સ્વયંવર પછી  રામ વનવાસ ભરત મિલાપ અને ત્યાર બાદ રાવણ વધ સુધીના દ્રશ્યો રજૂ કરાયા હતા  કોરોનાની ભયંકર તા વચ્ચે આ શ્રેણીનું પ્રસારણ લોકોને નેગેટિવ વાતાવરણ વચ્ચે લોકોને અત્યંત રાહત અને માનસિક શાંતિ આપનારું પુર વાર થયું હતું.  અરૂણ ગોવિલ દીપિકા ચીખલીયા સુનિલ લહરી  આ શ્રેણીમાં રામ સીતા અને લક્ષમણની ભૂમિકામાં ચમક્યા છે જ્યારે રાવણની  ભૂમિકા માં ગુજરાતી તખ્તા અને ફિલ્મોમાં અનોખો અભિનય આપનાર જાજરમાન અભિનેતા અરવિંદ ત્રિવેદીએ આપ્યો છે  તેથી કલાકારને ઘણા લોકો લંકેશ તરીકે પણ સંબોધે છે  રામનવમીના પવિત્ર દિને કરોડો લોકોની આસ્થાના પ્રતીક સમાં રામાયણના  કથાનકની નાના પડદા પરની પ્રસ્તુતિ  લોકોને રામમય બનાવનારી પુરવાર થઈ હતી

 

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS