રેમડેસિવીર હવે સારવારની લિસ્ટમાંથી દૂર થશે

  • May 19, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગંગારામ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર રાણાનો સંકેત, તેની અસરકારકતાના કોઈ પુરાવા નથી


દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર દરમિયાન લગભગ દરેક રાજ્યમાં મોટા પ્રમાણમાં નવા કેસ બહાર આવવાની શરૂઆત થવાને પગલે લગભગ દરેક રાજ્યમાં રેમડેસિવીર દવાની જબરી ડીમાંડ હતી પરંતુ નિષ્ણાંતોએ એવો ધડાકો કર્યો છે કે આ દવા અસરકારક હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી.

 


દિલ્હીની ગંગારામ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર રાણાએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ કોરોનાવાયરસ ના દર્દીઓની સારવાર ની યાદીમાંથી આ દવા નીકળી જશે કારણકે તેનાથી દર્દીને રાહત મળતી હોવાના અત્યાર સુધી કોઈ પુરાવા મળ્યા નથી.

 


દર્દીઓની સારવાર ની યાદીમાંથી પ્લાઝમા થેરાપી પણ કાઢી નાખવામાં આવી છે અને તેનો ઉપયોગ નહીં કરવાની સૂચના જાડી થઈ ગઈ છે અને હવે ટુકડો દવા ને પણ સારવારની યાદીમાંથી બહાર કાઢવામાં આવશે તે લગભગ નિશ્ચિત છે.

 


આઈ સી એમ આર ની સલાહ નો હવાલો આપીને ડોક્ટર રાણાએ કહ્યું છે કે પ્લાઝમા નો અખતરો પણ નાકામ સાબિત થયો છે અને હવે આપણે દર્દીઓની સારવાર માટેની દવાઓ ખૂબ જ કાળજીપૂર્વક અને ચોકસાઈપૂર્વક આપવી પણ છે કારણકે જે દવા કોઈ જાતનું કામ જ કરતી નથી તે દર્દીને આપવાનો કોઈ અર્થ રહેતો નથી.

 


ડોક્ટર રાણાએ એવી માહિતી પણ આપી છે કે વર્તમાન સમયમાં જ ઘરમાં કોરોનાવાયરસ ના દર્દીઓની સારવાર માટે મુખ્ય ત્રણ દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે તે કામ કરી રહી છે. દર્દીની સારવાર નું પરિણામ બતાવી શકે તેવી ત્રણ દવાઓ મોટાભાગે ઉપયોગમાં લેવામાં આવી રહી છે.

 


તેમણે કહ્યું છે કે બ્લેકફંઞસ પણ દર્દીઓ માટે પડકારજનક બનતો જાય છે અને આ કેસ હવે મોટાભાગના રાજ્યો માંથી બહાર આવી રહ્યા છે અને તે ખૂબ જ ચિંતાનો વિષય છે પરંતુ તેના માટે સ્ટીરોઈડ નો મોટાપાયે ઉપયોગ કરવો પણ હિતાવહ નથી તેવી સલાહ પણ આપી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS