મિતાલી રાજે વિવાદના કારણે ટીમમાંથી બહાર કરાયેલા રમેશ પોવાર ફરીથી બન્યા મહિલા ટીમના કોચ

  • May 14, 2021 09:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ સ્પીનર રમેશ પોવારને ગુરુવારે ડબ્લ્યુ સી રમણની જગ્યાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પોવાર આ પહેલા પણ ટીમમાં કોચની ભૂમિકા નિભાવી ચુક્યા છે. પરંતુ 2018 ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બાદ સિનિયર ખેલાડી મિતાલી રાજે સાથે વિવાદ બાદ પોવાર પાસેથી તેમનું પદ છીનાવવામાં આવ્યું હતું. 

 

 


પૂર્વ ભારતીય ખેલાડી મદનલાલની આગેવાની હેઠળની સલાહકાર સમિતિ એ આ પદ માટે વર્તમાન કોચ ડબ્લ્યુ વી  રમણ ઉપરાંત આઠ ઉમેદવારોના સાક્ષાત્કાર બાદ પોવરના નામની ભલામણ કરી હતી. બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવાયું હતું કે, બીસીસીઆઈ રમે પોવારને ભારતીય ટીમના પ્રમુખ કોચના રૂપમાં નિયુક્ત કરવાની જાહેરાત કરે છે. બીસીસીઆઈએ આ પદ માટે જાહેરાત કરી હતી અને ૩૫ થી વધુ આવેદન પ્રાપ્ત કર્યા હતા.  

 

 


ભારતીય મહિલા ક્રિક્રેટ ટીમના કોચ તરીકે નિયુક્તિ બાદ પોવારે સોશિયલ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું હતું કે, ભારતીય ટીમને આગળ લઈ જવા માટે હું તૈયાર છું. મને વધુ એક તક આપવા માટે સીએસી અને બીસીસીઆઈનો ધન્યવાદ 

 


નોંધનીય છે કે 2018માં મિતાલી રાજેએ બીસીસીઆઇની પત્ર લખીને તેને ઇંગ્લેન્ડ સામેના વર્લ્ડકપ સેમીફાઈનલ માંથી બહાર કરવાનો ઉપર આરોપ લગાવ્યો હતો. જ્યારે પવારનું કહેવું હતું કે મિતાલી ખૂબ નખરા કરતી હતી. જોકે આ વખતે મિતાલી અને પોવર કેવી રીતે સામંજસ્ય સાધે છે તે જોવું રહ્યું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS