કોરોનાને મ્હાત આપી રણધીર કપૂરે, ફેન્સને જણાવ્યો હોસ્પિટલમાં કેવો રહ્યો અનુભવ

  • May 15, 2021 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના દિગ્ગજ એક્ટર રણધીર કપૂરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રણધીર કપૂરને કોરોના થયા બાદ 29 એપ્રિલે મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે રણધીર કપૂર કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા. તેઓ એકદમ ઠીક છે  જોકે હાલમાં રણધીર કપૂર કોઈને મળી શકતું નથી. કારણ કે ડોક્ટરે તેમને હોમ આઈસોલેશનની સલાહ આપી છે.

 

 

આ અંગે તેમણે કહ્યું છે કે મારે ઓક્સિજન સપોર્ટની જરૂર પડી નહીં, હોસ્પિટલના સ્ટાફે ખુબ ધ્યાન રાખ્યું અને હવે હું સ્વસ્થ થઈ ઘરે આવી ગયો છું, ભગવાન ખૂબ દયાળુ છે. રણધીર કપૂર તાજેતરમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તેમની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કેટલાક દિવસો તેમની સારવાર આઈસીયુમાં કરવામાં આવી હતી. હવે તેમની તબિયત સારી છે.  

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે એક જ વર્ષમાં જ કપૂર પરિવારના બે પુત્ર અને રણધીર કપૂરના નાના ભાઈઓના નિધન થયા હતા. કેન્સર સાથે બે વર્ષ લડ્યા બાદ ઋષિ કપૂરનું 30 એપ્રિલ 2020 ના રોજ અવસાન થયું, જ્યારે રાજીવ કપૂરનું વર્ષે ફેબ્રુઆરીમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS