લોકો સ્વયંભૂ કોરોના ટેસ્ટ કરાવવા લાગતા રેપિડ ટેસ્ટ કીટ ખુટી પડી

  • April 10, 2021 12:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

1 લાખ રેપિડ ટેસ્ટ કીટનો અપાયો ઓર્ડર

આરોગ્ય કેન્દ્ર અને ધનવંતરી રથ સહિતમાં કોરોના ટેસ્ટ માટે લોકોની લાંબી લાઈન: શહેરમાં એક જ દિવસમાં થયા પાંચ હજાર ટેસ્ટ

 


ભાવનગર શહેર અને જિલ્લામાં જે રીતે કોરોના પોઝિટીવ કેસ વધી રહ્યા છે તેની પાછળ સંક્રમણ ઉપરાંત લોકો સ્વયંભૂ ટેસ્ટ કરાવવા માટે આગળ આવતા આ સંખ્યામાં વધારો થયાનું જોઈ શકાય છે. આ એક સારી બાબત પણ છે કારણ કે લોકો ટેસ્ટ કરાવ્યા બાદ જરી સારવાર અને કાળજી લેતા સમયાંતરે કોરોનાની ચેઈન આપોઆપ તુટી જશે. લોકો દ્વારા રેપિડ ટેસ્ટ કરાવવા લાઈનો લગાવાતા ગઈકાલે બપોર સુધીમાં ટેસ્ટ કીટ ખુટી પડી હતી. ભાવનગર શહેરમાં એક પણ રેપિડ કીટ નહીં હોવાનું સંબંધિત તંત્રવાહકે સ્વીકાર કર્યો હતો અને સાંજે કેટલીક કીટ આવી પણ ગઈ છે. જો કે જે રીતે ટેસ્ટની સંખ્યા વધી રહી છે તે જોતા આજે પણ કીટ ખુટી પડે તેવી શક્યતા છે.

 


સ્વયંભૂ જાગૃતિને કારણે ભાવનગર શહેરમાં કોરોના માટેના ટેસ્ટ કરવા શહેરીજનોમાં આરોગ્ય કેન્દ્ર અને ધન્વંતરી રથ સહિતમાં સવારથી જ લાઈનો લાગી હોય છે. બુધવારે જ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રેપિડ ટેસ્ટ કરાવવા 5000 જેટલી કીટ ફાળવી હતી પરંતુ બપોર સુધીમાં મોટાભાગના સેન્ટરો પર કીટ ખાલી થઈ ગઈ હતી. દરેક આરોગ્ય કેન્દ્રમાં પણ સો-સો રેપિડ ટેસ્ટની કીટ ફાળવવામાં આવી હતી. ગુવારે શહેરમાં આરટીપીસીઆર 800 અને રેપિડ 4300 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગુવારે સાંજ સુધીમાં ભાવનગર કોર્પોરેશનને ફાળવેલી તમામ રેપિડ ટેસ્ટની કીટ ખૂટી ગઈ છે. અને આરોગ્ય વિભાગ દ્વારા 1 લાખ જેટલી રેપિડ ટેસ્ટની કીટ મંગાવવામાં આવી છે. જ્યારે રેપિડ ટેસ્ટની કીટ આવશે ત્યારે શહેરીજનોના ટેસ્ટ શ કરવામાં આવશે. જિલ્લામાં ગુવારે સાંજે 2000 જેટલી રેપિડ ટેસ્ટની કીટ આવી પહોંચી હતી. કાલ સાંજ સુધી ચાલે તેટલો જિલ્લામાં રેપિડ ટેસ્ટનો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ ત્યારબાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ વધુ જથ્થો મંગાવવો પડશે.

 


એકને એક વ્યક્તિ વારંવાર ટેસ્ટ કરાવતા હોવાનું પણ ખુલ્યુ

ભાવનગર શહેરમાં કોરોના માટેના રેપિડ ટેસ્ટની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. રેપિડ ટેસ્ટ માટેનો જથ્થો ખુટી જવા માટે પ્રજા જાગૃતિ સાથે લોકો ખોટી રીતે કરાવી રહેલા ટેસ્ટ પણ જવાબદાર છે. એકને એક વ્યક્તિ વારંવાર જુદા જુદા સેન્ટર પર જઇ ટેસ્ટ કરાવી રહ્યા હોવાના અને પોઝિટિવ આવ્યા બાદ 10થી 14 દિવસની કોરોનાની અસરની સાયકલ પુરી નહીં કરી વચ્ચે વચ્ચે પોઝિટિવની શંકાનુ સમાધાન કરવા વારંવાર ટેસ્ટ કરાવવા જતા રેપિડ ટેસ્ટ વધુ પ્રમાણમાં થતા હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવી પોઝિટિવ આવ્યા બાદ હોમ આઈસોલેશનના નિયત દિવસો પૂર્ણ કયર્િ બાદ ટેસ્ટ કરાવવા પણ અનુરોધ કર્યો છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS