ત્વચા પર ફોલ્લીઓ એ કોરોના વાયરસના પ્રારંભિક લક્ષણો હોય શકે છે, એક સંશોધનમાં ખુલાસો

  • March 18, 2021 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યાર સુધીમાં, વિશ્વભરમાં 12 કરોડ 13 થી વધુ લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે, જ્યારે 26 લાખ 84 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જો કે, કોરોના વાયરસ રોગચાળાએ એક વર્ષ વિતાવ્યા પછી, લોકો કોવિડ -19ના વિવિધ સંકેતો અને લક્ષણોથી વધુ જાગૃત થયા છે. આના ઘણા લક્ષણો હોય છે, જેમાં હવે ત્વચા પર ફોલ્લીઓ પણ થાય છે. એક સંશોધનમાં બહાર આવ્યું છે કે ત્વચા પરની ફોલ્લીઓ હવે પુખ્ત વયસ્કોની વચ્ચે કોરોના સંક્રમણનું મુજ્બુત લક્ષણ બની ગયું છે. 

કેટલીકવાર ત્વચા પર ફોલ્લીઓ એલર્જીને લીધે પણ થાય છે, તમે તેને અવગણી શકો છો, પરંતુ જો આ ફોલ્લીઓ લાલ હોય અને ગઠ્ઠાની જેમ દેખાય, તો તે કોવિડ -19 દ્વારા થતી બળતરાને કારણે થઈ શકે છે. તેને બિલકુલ અવગણશો નહીં.

અભ્યાસ અનુસાર, સંશોધનકારોએ 3,36,847 લોકોએ આપેલા ડેટા અને માહિતીનું મૂલ્યાંકન કર્યું હતું. આ તે લોકો હતા જેમણે કોરોનાનાં લક્ષણો નોંધાવવા માટે એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત, સંશોધનકારોએ સ્વતંત્ર ઓનલાઇન સર્વેના ડેટાનો પણ ઉપયોગ કર્યો, જેમાં લોકોએ ત્વચા સંબંધિત લક્ષણોના તેમના અનુભવની જાણ કરી

એક અભ્યાસ મુજબ, કુલ 11,544 લોકો પર હાથ ધરવામાં આવેલા ઓનલાઇન સર્વેમાં, કોરોના ચેપગ્રસ્ત લોકોમાંના 17 ટકા લોકોએ ચામડીની ફોલ્લીઓ કોવિડના તેમના પ્રથમ લક્ષણ તરીકે નોંધાવી હતી, જ્યારે 21 ટકા લોકોએ તેનો એકમાત્ર લક્ષણ તરીકે અનુભવ કર્યો હતો. 

કોરોનાના અન્ય લક્ષણો
-તાવ
-સૂકી ઉધરસ
-થાક 
-ખંજવાળ 
-ગળામાં ખરાશ 
-આંખ આવવી 
-માથાનો દુખાવો
-સ્વાદ અને ગંધની ખબર ન પડવી 
-શ્વાસ લેવામાં મુશ્કેલી અથવા શ્વાસ લેવામાં તકલીફ
-છાતીમાં દુખાવો અથવા દબાણ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS