રવીન્દ્ર જાડેજાએ ધોની સાથે મુલાકાત કરી કહ્યું- એવું લાગે છે કે પ્રથમ વખત મળી રહ્યો છું

  • April 03, 2021 09:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્ડિયન પ્રીમિયમ લીગની શરૂઆત 9 એપ્રિલથી થશે. આઇપીએલ 2021 માટે ચેન્નઇ સુપર કિંગ્સની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સીએસકેના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ આઇપીએલ 14 શરૂ થયા તે પહેલાં મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત કરી. તેણે આ મુલાકાતની તસવીર શેર કરતાં લખ્યું કે, જ્યારે પણ હું તેને મળું છું, તો એવું લાગે છે કે હું તેને પ્રથમ વખત મળી રહ્યો છું. વર્ષ 2009માં તેને મળવા જેવો ઉત્સાહ અત્યારે પણ છે.

 


જાડેજા સીએસકેના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. તે લાંબા સમયથી ઇજાને કારણે મેદાનની બહાર હતો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં તેની જગ્યાએ અક્ષર પટેલને સામેલ કરવામાં આવ્યો હતો. તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે અને ટી20 સીરિઝ પણ રમી નહોતી. સીએસકે પણ ટ્વિટર પર રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાની તસવીર શેર કરી છે.

 


ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સીએકેને એક મોટો ઝટકો લાગ્યો હતો. તેમની ટીમનો ઝડપી બોલર જોશ હેઝલવુડે પરિવાર સાથે સમય પસાર કરવા માટે આઇપીએલની બહાર રહેવાનો નિર્ણય લીધો છે. જો કે, સેમ કરણથી ટીમને ઘણી આશા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડે સીરિઝની છેલ્લી મેચમાં તેણે આઠમાં નંબરે આવીને અણનમ 95 રનની પારી રમી હતી.

 


સીએસકે માટે આઇપીએલની છેલ્લી સિઝન ખાસ રહી નહોતી. તે આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. સીએસકે આઇપીએલ 2021માં તેની પ્રથમ મેચ 10 એપ્રિલે મુંબઇમાં દિલ્હી કેપિટલ્સ સામે રમશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS