આવાસના વેચાણમાં 34 ટકાનો ઘટાડો થઈ શકે

  • March 11, 2021 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રિયલ એસ્ટેટને મોટો ઝટકો લાગી શકે છે
ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ અહેવાલમાં ચિંતાજનક હકીકતો રજૂ કરાઈ

 


કોરોના મહામારી દેશમાં ફરીથી માથુ ઉચકી ચૂકી છે અને ભયંકર ગતિથી કેસ વધી રહ્યા છે ત્યારે અર્થતંત્ર ની સામે ફરી પાછો પડકાર ઊભો થઈ રહ્યો છે અને તેને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં આવાસીય એકમો ના વેચાણમાં 34 ટકા જેટલો ભયંકર ઘટાડો થઈ શકે છે અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્રને બહુ મોટો ઝટકો લાગી શકે છે.

 


ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ ના અહેવાલમાં ચિંતાજનક હકીકતો દશર્વિવામાં આવી છે. એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે આગામી વર્ષમાં રિયલ એસ્ટેટ ની હાલત ખુબ જ સુધરી જવાના ચાન્સ પણ દેખાઇ રહ્યા છે અને ઝડપી વૃદ્ધિ પણ થઈ શકે છે.

 


અહેવાલમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે રીયલ એસ્ટેટ ક્ષેત્ર આગામી નાણાકીય વર્ષમાં કે આકાર ની વાપસી કરી શકે છે એટલે કે ઝડપી વૃદ્ધિ દેખાઈ રહી છે અને તેનો અર્થ એવો પણ થાય છે કે બજાર નરમાશ માંથી સંપૂર્ણ રીતે બહાર આવી નહીં શકે પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં ઘટાડા બાદ વૃદ્ધિદર ના આંકડા પ્રભાવક લાગી શકે છે.
એજન્સી દ્વારા પોતાના નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2021 માં વાર્ષિક આધાર પર 34 ટકા જેટલા ઘટાડા બાદ નાણાકીય વર્ષ 2022 માં વેચાણમાં 30 ટકા જેટલી વૃદ્ધિ પણ થઈ શકે છે.

 


આમ છતાં એજન્સીના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2022 માં કુલ વેચાણ હજુ પણ નાણાકીય વર્ષ 2019 20 ના સ્તરથી લગભગ 14 ટકા જેટલું ઓછું રહી શકે છે. એ જ રીતે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં વાર્ષિક આધાર પર આવાસના વેચાણમાં 41 ટકા જેટલો ઘટાડો થઈ શકે છે અને સમગ્ર વર્ષ દરમિયાન આવાસના વેચાણમાં 34 ટકા જેટલો ઘટાડો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે અને આમ રિયલ એસ્ટેટ ક્ષેત્રને ચાલુ નાણાકીય વર્ષમાં બહુ મોટો ઝટકો લાગી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS