દેશમાં કોરોનાનાં કેસમાં ફરી વિક્રમી ઉછાળો, 4.12 લાખ નવા દર્દી અને 3979ના મોત

  • May 06, 2021 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે. દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક 4 લાખ 12 હજાર 373 નવા કેસ નોંધાયા છે તો એક જ દિવસમાં કોરોનાના 3,979 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો છે. દેશમાં 24 કલાકમાં 3 લાખ 30 હજાર 525 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી તો દેશમાં હાલ 35 લાખ 62 હજાર 700થી વધારે કેસ સક્રિય છે.

 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,12,262 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 2,10,77,410 પર પહોંચ્યો છે. જેમાંથી 35,66,398 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,29,113 દર્દીઓ રિકવર પણ થયા છે. જો કે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ 24 કલાકમાં કોરોનાએ 3980 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,30,168 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 16,25,13,339 લોકોનું રસીકરણ કરાયું છે.

 


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 25 લાખ 13 હજાર 339 ડોઝ આપવામાં આવ્યા છે.

 


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કણર્ટિક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કણર્ટિક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

 


સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.

 


સતત વધતા ઘટતા કેસ વચ્ચે અને ત્રીજી લહેરની વાત વચ્ચે દેશ અને જ્યાં સંક્રમણનું પ્રમાણ વધારે છે ત્યાંનાં આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં થોડાક સમય સુધી કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યાર બાદ ફરીએકવાર કેસવધવા લાગતા કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. પ્રથમ સ્ટ્રેન વચ્ચે એડ થઈ રહેલા નવા નવા સ્ટ્રેનને લઈ આરોગ્ય વિભાગ હવે કોઈ કસર બાકી રાખવા નથી માગતું એટલે જ દેશનાં વિવિધ રાજ્યને પણ સજાગ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS