રાજકોટ એસટી ડિવિઝન હેઠળના ૯ ડેપોમાં એપ્રેન્ટિસ ડિઝલ મીકેનિકલ, મોટર મીકેનિકલ, ઓટો ઈલે., વેલ્ડર, ફિટર ટ્રેડ હેઠળના આઈટીઆઈ પાસ તેમજ ૧૦ પાસ તેમજ ડિપ્લોમા હોલ્ડર્સની ભરતી કરવામાં આવનાર છે.
વિશેષમાં વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આજથી તા.૨૦ એપ્રિલ સુધી ડિવિઝન કચેરીમાંથી અરજીપત્રકો મેળવી શકાશે અને પરત કરવાની અંતિમ તા.૨૩ એપ્રિલને સમય બપોરે ૨ કલાકનો રહેશે. અગાઉ એપ્રેન્ટિસશિપ કરેલ હોય કે હાલમાં જેમની એપ્રેન્ટિસશિપ ચાલુ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે નહીં.