૨ાજકોટમાં કો૨ોનાથી મોતની સંખ્યામાં ઘટાડો: પ૩ના મોત

  • April 29, 2021 03:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨ાજકોટમાં કો૨ોનાથી મોતની સંખ્યામાં આજે ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ૭૬ લોકોના મોત થયા હતાં તેની સ૨ખામણીએ આજે ઘટીને પ૩ દર્દીના મોત થયાનું હેલ્થ બુલેટીન દ્રા૨ા જાહે૨ ક૨વામાં આવ્યું છે. ગઈકાલે નિપજેલા ૭૬ લોકોના થયેલા મોતમાંથી ૨૨ લોકોના કો૨ોનાથી અને બાકીના લોકોના અન્ય બિમા૨ી સબબ મૃત્યુ થયાનું સ૨કા૨ી ડેથ કોવીડ કમિટીએ જાહે૨ કયુ છે.

 


આજે માત્ર ડેથની સંખ્યામાં ઘટાડા સિવાય હજુ પણ એકેય પ૨િસ્થિતિમાં સુધા૨ો ન હોવાનું જણાઈ ૨હયું છે. ખાસ ક૨ીને ઓકિસજન,૨ેમડેસિવી૨ અને સા૨વા૨ માટે હજુ પણ દર્દીઓ અને તેમના પ૨િવા૨જનો લાંબી કતા૨ો કાપી ૨હયાં છે. કો૨ોના દર્દીઓની વધતી સંખ્યાના પગલે ચૌધ૨ી હાઈસ્કૂલ અને સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોવીડ કે૨ સેન્ટ૨ શ ક૨વાની જાહે૨ાત બાદ હજુ પણ કોઈ વ્યવસ્થા ઉભી ક૨વામાં આવી ન હોવાનું સ્થળ પ૨ જણાઈ આવે છે. સુત્રોના જણાવ્યાં મુજબ ૨ો–મટી૨ીયલ્સ ન હોવાના વાંકે અને મુખ્ય ઓકિસજનની જ૨ી સુવિધા ન થઈ શકતાં હજુ આ બંન્ને કોવીડ કે૨ અધ્ધ૨ તાલ જોવા મળી ૨હયાં છે. તત્રં દાવો ક૨ી ૨હયું છે કે, ગઈકાલે કો૨ોનાના કેસ ૨ાજકોટમાં ઘટયાં છે. પ૨ંતુ સા૨વા૨ માટેની કતા૨ો હજુ પણ યથાવત જ ૨હેવા પામી છે.

 


હોમ આઈસોલેટ૨ દર્દીઓને હજુ પણ ઓકિસજન સિલીન્ડ૨ માટે ૨ઝળપાટ થઈ ૨હી છે. ૨ેમડેસિવિ૨ માટે લાંબી લાઈનોમાં ઉભું ૨હેવું પડી ૨હયું છે. સા૨વા૨ માટે કલાકો સુધી ૨ાહ જોવી પડી ૨હી છે. છતાં જિલ્લાના જવાબદા૨ અધિકા૨ીઓ સ્થિતિ સુધા૨ા ઉપ૨ હોવાના દાવા ક૨તાં જે પોકળ સાબિત થઈ ૨હયાં છે. હજુ પણ સ૨કા૨ી ચોપડે બતાવવામાં આવેલી કંન્ટ્રોલ મમાં ૨૨૮ ફ૨ીયાદો નોંધાઈ છે. જે હકીકતે બમણી છે. જો કે આજથી મીની લોકડાઉનમાં પ્રજા પણ સતર્ક બની ઘ૨માં ૨હે સુ૨િાત ૨હે તે જીંદગી બચાવવા માટે અત્યતં જ૨ી છે.

 

 

બપોર સુધીમાં ૧૪૨ કેસ: કુલ કેસ ૩૨૦૦૦ને પાર


રાજકોટ શહેરમાં ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવતાં કોરોનાના કેસ ફટાફટ ઘટવા લાગ્યા છે. આજે બપોર સુધીમાં ૧૪૨ કેસ મળ્યાનું મહાપાલિકાએ જાહેર કર્યું છે અને આ સાથે સમગ્ર શહેરમાં હાલ સુધીમાં કુલ કેસ ૩૨૦૦૦ને પાર પહોંચ્યા છે. જો કે ગત સાહની સરખામણીએ ટેસ્ટની સંખ્યામાં દરરોજ ૩થી ૪ હજારનો ઘટાડો કરવામાં આવતા કેસ ઘટી ગયા છે. રાજકોટ શહેરમાં હાલ સુધીમાં કુલ ૯,૭૨,૬૩૦ નાગરિકોના કોરોના ટેસ્ટ પૂર્ણ થયાનું પણ જાહેર કરાયું છે.

 

 


વિશેષમાં મહાપાલિકાના કોવિડ બૂલેટિન અનુસાર ગઈકાલે તા.૨૮ના રોજ ૧૦,૫૦૦ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામા આવ્યા હતા જેમાંથી ૪૫૨ પોઝિટિવ આવ્યા હતા અને પોઝિટિવિટી રેઈટ ૪.૩૦ ટકા રહ્યો હતો. યારે ગઈકાલે ૬૫૨ દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા આપવામા આવી હતી. યારે આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૪૨ નાગરિકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૨,૦૭૬ થઈ છે. આજ સુધીમાં કુલ ૨૭,૧૬૭ દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઈ છે અને રિકવરી રેઈટ ૮૫.૦૪ ટકા રહ્યો છે. હાલ સુધીમાં કુલ ૯,૭૨,૬૩૦ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટિવિટી રેઈટ ૩.૨૮ ટકા રહ્યો છે.

 

 


રાજકોટ શહેરમાં કોરોનાના કેસ લગાતાર વધી રહ્યા હોય, મહાપાલિકા તત્રં દ્રારા નાગરિકોને જાહેર અપીલ કરવામાં આવી છે કે તમામ શહેરીજનો માસ્ક પહેરી રાખે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ સાબુ કે સેનેટાઈઝરથી હાથ ધોતા રહે. કોઈપણ નાગરિકને તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુ:ખાવો, શ્ર્વાસ ંધાવો, થાક કે નબળાઈ લાગવી તેમજ સ્વાદ કે સુગંધનો અનુભવ ન થવો જેવા કોરોનાના લક્ષણો પૈકી એક પણ લક્ષણ જણાતો હોય તો પોતાનો તેમજ પોતાના પરિવારજનોનો તાત્કાલીક અસરથી ટેસ્ટ કરાવી લે તે હિતાવહ છે. મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો તેમજ જાહેર ટેસ્ટ બૂથ પર વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરી આપવામાં આવે છે. કોરોના ટેસ્ટ કરાવવા જતી વેળાએ આધારકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS