15 એ પહોંચેલો નવા કેસનો આંક ફરી પાંચ પર પહોંચતા રાહત

  • March 10, 2021 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંગળવારે શહેર-જિલ્લામાં 9 નવા કેસ નોંધાયા, 11 ડિસ્ચાર્જ

 

 

સતત ત્રણ દિવસ બે આંકડામાં નવા કેસો નોંધાયા બાદ મંગળવારે ભાવનગર જિલ્લામાં ફરી કેસની સંખ્યા ઘટીને સિંગલ ડિઝીટ થઈ હતી. ગઈકાલે 9 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે 11 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

 


ભાવનગર શહેરી વિસ્તારમાં 4 પુષ અને 1 સ્ત્રી મળી કુલ 5 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા મહુવા તાલુકાના ગુંદરણી ગામ ખાતે 1, મહુવા ખાતે 2 તેમજ વલ્લભીપુર ખાતે 1 કેસ મળી જિલ્લામાં 4 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 9 કેસ અને તાલુકાઓમાં 2 કેસ મળી કુલ 11 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 6,264 કેસ પૈકી હાલ 54 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS