રાજકોટના બજારોમાં 3,878 રેમડેસિવિર ઇન્જેક્શન્સ પહોંચ્યા છે: ડો.કોશિયા

  • April 08, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સનો સપ્લાય
રાજ્યમાં 37,507  ઈન્જેક્શનનો ટ્રેડ સપ્લાય અને 35,000 જેટલા ઇન્જેક્શન્સ આરોગ્ય વિભાગને મળ્યાગુજરાતમાં  કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. આજે બુધવારે એક જ દિવસમાં રાજ્યમાં 37,507 રેમડેસિવિર  ઇન્જેક્શન્સ બજારમાં મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલો માટે વધુ 35,000 જેટલા રેમડેસિવિર  ઇન્જેક્શન્સનો  પુરવઠો મળી ગયો છે. એટલે  હવે ગુજરાતમાં ક્યાંય રેમડેસિવિર  ઇન્જેક્શન્સની  તંગી ન પડે એવું આયોજન કરાયું છે. રાજકોટના બજારમાં 3878,રેમડેસિવિર ના ઇન્જેક્શન્સ પહોચી ચુકયા છે. તેમ રાજ્યના ડ્રગ કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું છે.

 


રેમડેસિવિર  ઇન્જેક્શનની  જરૂરિયાત મુજબનો જથ્થો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે સઘન પ્રયત્નો હાથ ધયર્િ હતા, જેના પરિણામ સ્વરૂપે આજે સમગ્ર ગુજરાત માટે  રેમડેસિવિર  ઇન્જેક્શન્સનો સપ્લાય મળી રહ્યો છે.

 


અમદાવાદમાં ગઈકાલે એક જ દિવસમાં 18,000  થી વધારે રેમડેસિવિર  ઇન્જેક્શન્સનો ટ્રેડ સપ્લાય કરાયો છે. જ્યારે સુરતમાં 6,706,  વડોદરામાં 4,151 અને રાજકોટના બજારોમાં 3,878 રેમડેસિવિર  ઇન્જેક્શન્સ  પહોંચ્યા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબનો જથ્થો  પહોંચતો કરવામાં આવ્યો છે.

 


રેમડેસિવિર ઇન્જેક્શન્સની ક્યાંય અછત ન વતર્યિ તે માટે રાજ્ય સરકાર પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહી છે. આરોગ્ય વિભાગને આજે વધુ 35,000 ઇન્જેક્શન્સનો જથ્થો મળ્યો છે, જે જરૂરિયાત મુજબ જે તે જિલ્લાઓમાં પહોંચાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સની કોઈ તંગી ન વતર્યિ તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે એમ ડો. હેમંત કોશિયાએ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS