હોમ આઇસોલેટ થયેલા દર્દીઓને પણ રેમડેસિવિર આપી શકાશે: તંત્ર પાસે પુરતો જથ્થો

  • April 15, 2021 02:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટે અકસીર ઇલાજ ગણાતા રેમડેસિવિર ઇન્જેકશનોનો હવે તંત્ર પાસે પુરતો જથ્થો આવી ગયો છે અને  હોમ આઇસોલેટ થયેલા દર્દીઓ માટે પણ આ ઇન્જેકશન ઉપલબ્ધ છે.

 


જિલ્લા કલેકટર તંત્રએ આજે જણાવ્યું હતું કે, રાજકોટમાં આ ઇન્જેકશનોનો પુરતો જથ્થો આવી ગયો છે અને કોઇ પ્રકારની અછત નથી. આજે ઘણા દર્દીઓ હોમ આઇસોલેટ થઇને સારવાર લઇ રહ્યા છે અને જો આવા કોઇ દર્દીને જર પડે તો ડોકટરના પ્રિસ્કિપશન પર તેનું આધાર કાર્ડ અને આરટીપીસીઆર રીપોર્ટના આધારે ઇન્જેકશન આપવામાં આવશે.

 

આ દર્દીની જે ડોકટર દ્વારા સારવાર કરવામાં આવતી હોય તેમના વતી ઉપર જણાવેલા ડોકયુમેન્ટ મો.99740 73450 ઉપર વોટ્સએપ કરવાના રહેશે. આ પછી મો.99745 83255 હેલ્પલાઇન ઉપર જરી ઇન્કવાયરી કરી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS