માસ્તરજી સરોજ ખાન પર બાયોપિક બનાવશે રેમો ડિસોઝા, પુત્રી સુકેતા નાગપાલે કર્યો ખુલાસો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના પ્રસિદ્ધ ફોટોગ્રાફર સરોજ ખાન ન શુક્રવારે  મોડી રાતે કાર્ડિયાક એરેસ્ટ ના કારણે મુંબઇમાં નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા તેમના નિધન બાદ બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમને ઘણા બધા સિતારાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.હવે એક્ટર ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસુઝા દિવંગત માસ્ટર ઉર્ફ સરોજ ખાન પર બાયોપીક બનાવી શકે છે.આ બાબતનો ખુલાસો સરોજ ખાનની દીકરી સુકેના નાગપાલે કર્યો છે. 

 

સુકેના નાગપલે જણાવ્યું હતું કે તેની માતા સરોજ ખાન ના જીવન પર આધારિત ત્રણ લોકો ફિલ્મ બનાવવા માગતા હતા. હું રેમો ડિસુઝા સાથે આ ફિલ્મ બનાવવા માંગીશ. પ્રેમની પહેલા સુણો ચૌધરી અને ડાયરેક્ટર બાબા યાદવની પત્ની પણ આ માટે સંપર્ક કરી ચુક્યા છે. 

 

એ જાણવું જરૂરી છે કે રોજ ખાને બોલિવૂડને એક થી વધીને એક ગીતો આપ્યા છે. તેમના શીખવેલા ડાન્સ ને લઈને બોલિવૂડમાં ઘણી બધી અભિનેત્રીઓની કારકિર્દીને ચાર ચાંદ લાગી ગયા હતા.

 

 

તેમણે 1983માં હીરો ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી હતી. તેમજ કોરિયોગ્રાફર તરીકેની તેની આખરી ફિલ્મ કલંક હતી. આ ઉપરાંત ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રહી ચૂકી છે સરોજ ખાન. તેમણે કેટલીક યાદગાર ફિલ્મોની કોરિયોગ્રાફી કરી હતી જેમાં માધુરી દીક્ષિત અભિનીત તેજાબ, યે ઇશ્ક હૈ થી માંડીને 2007માં જબ વી મેટ થી લઇ સંજય લીલા ભણસાલીની દેવદાસ સુધીનો સમાવેશ થાય છે. સરોજ ખાન એ માત્ર ત્રણ વર્ષની ઉંમરથી બેગ્રાઉન્ડ ડાન્સર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 1975માં પ્રથમ વખત ગીતા મેરા નામ દ્વારા કોરિયોગ્રાફર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

 


તેમને સુપર ડુપર હિટ ફિલ્મો મિસ્ટર ઈન્ડિયા, ખલનાયક, ચાંદની, બેટા, તેજાબ, નગીના, ડર, બાજીગર અંજામ, મોહરા, યારાના, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, પરદેશ, દેવદાસ, લગાન, સોલ્જર તાલ, ફિઝા, સાથીયા, સ્વદેશ, કુછ ના કહો વીર ઝારા, ડોન, ગુરુ, નમસ્તે લંડન, જબ વી મેટ, એજન્ટ વિનોદ, રાવડી રાઠોડ, એબીસીડી, તનુ વેડ્સ મનુ રિટર્ન્સ, મણિકર્ણિકા, સુધીના ગીતોની કોરિયોગ્રાફી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS