ગાંધીનગર મહાનગરપાલિકામા આચારસંહિતા હટતા, 20 દિવસ પદાધિકારીઓ પુન:સત્તા પર

  • April 15, 2021 07:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ઐતિહાસીક ઘટનાગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલતવી રહેતાં વર્તમાન બોડીના તમામ નગરસેવકો આગામી તારીખ સુધી જીવતદાન મળી ગયું છે , મેયર સહિતના પદાધિકારીઓએ પોતાની જમા કરાવેલી ગાડીમાં પાછા હરી ફરી શકે અને પોતાની ગ્રાન્ટના અધૂરા કામો યુદ્ધના ધોરણે પુરા કરી શકશે. કોર્પોરેશનની ચૂંટણી 18 એપ્રિલે યોજાનારી હતી પરંતુ કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અનિશ્ચિતકાળ સુધી ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરિણામે ચૂંટાયેલી પાંખ ફરી જીવંત બની છે. આ વર્તમાન પાંખની મુદત 5મી મે પૂર્ણ થતી હોવાથી આ તમામ પદાધિકારીઓ 5 મે સુધી સત્તા પર આવ્યા છે. જે ગાંધીનગર જ નહીં પરંતુ ગુજરાત માટે પણ ઐતિહાસિક ઘટના છે.

 


ગત તારીખ 19 માર્ચના રોજ મહાનગરપાલિકા ગાંધીનગર ની ચૂંટણી જાહેર થઇ હતી પૂર્વ મેયર પોતાની ગ્રાન્ટમાંથી ધડાધડ કામો સૂચવવા દોડધામ કરી હતી જેમાં દશ હજાર ડસટબિન,25 હજાર જેટલી ખુરશી ફાળવવા પોતાના લેટરહેડ પર માંગણી કરી હતી પરંતુ સાંજે ચૂંટણી જાહેર થઇ જવાને પગલે આચારસહિતા લાગુ થતા કામો અટકી પડ્યા હતા.

 


ગાંધીનગર વિસ્તારમાં આચારસંહિતા હતી જવાના કારણે કોર્પોરેશનના સત્તાધીશો ને વીસ દિવસ સુધી શાસન કરવાનો મોકો મળ્યો છે. આગામી તારીખ 5 મે કોર્પોરેશનની મુદત પૂરી થઈ રહી છે. ત્યાં સુધી હાલના સત્તાધીશો કોર્પોરેશનમાં ફરીવાર સત્તાની ધૂરા સંભાળશે અને ત્યારબાદ ચૂંટણીની જાહેરાત થાય તેવા કોઈ હાલે એંધાણ દેખાતા નથી માટે ત્યારબાદ જ કોર્પોરેશનમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવશે .હાલ તો કોરોના ના કપરા કાળમાં ગાંધીનગર કોર્પોરેશન સત્તાધીશોને ફળયો છે તેમ લાગી રહ્યું છે.
વર્તમાન બોડી 5 મી મે સુધી ચાલુ રહેશે, અને ત્યારબાદ જ વહીવટદારની નિમણૂક કરવામાં આવશે એવી સ્પષ્ટતા રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવતા પદાધિકારીઓ ગેલમાં આવી ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS