રાજકોટ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ સહિત રાજ્યના 9 શ્રેષ્ઠ પોલીસ અધિકારી અને કર્મચારીઓનું સન્માન

  • May 08, 2021 04:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના હસ્તે પ્રશંસાપત્ર અપાયા



વર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસ વિભાગના કર્મચારીઓને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટના ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ જાડેજા અને હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિક્રમભાઈ ડાંગર સહિત રાજ્યના 9 જેટલા પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફને પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે કરેલી કામગીરીને બિરદાવીને શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરીને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સન્માન કર્યુ હતું. આ વેળાએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા. કોરોના કાળમાં ગુજરાત પોલીસ દળના એક જવાબદાર અધિકારી તરીકે અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર તરીકે રાજ્યના નાગરિકોને મહામારીમાંથી બચાવવા માટે સરાહનીય કામગીરી કરનાર નવ જેટલો અધિકારી-કર્મચારીઓનું સન્માન કરાયું હતું.


એ.પી.ચૌહાણ    મદદનીસ પોલીસ કમિશનર, ટ્રાફિક શાખા, સુરેત
કે.ડી.જાડેજા    પીઆઈ, શાહીગાબ પોલીસ સ્ટેશન, અમદાવાદ
એસ.જે.દેસાઈ    પીએસઆઈ, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર
કે.એચ.રોયલા    પીએસઆઈ હરણી પોલીસ સ્ટેશન, વડોદરા
એ.બી.મિશ્રા    પીએસઆઈ, વારસિયા પોલીસ સ્ટેશન, વડોદરા
યોગેન્દ્રસિંહ  જાડેજા    પોલીસ હેડ કોન્સ્ટેબલ, ડી.સી. પોલીસ સ્ટેશન, રાજકોટ
મહેન્દ્રભાઈ ભીખાભાઈ    પોલીસ હેડ કોન્સ્ટેબલ, એલસીબી, પશ્ર્ચિમ રેલવે અમદાવાદ
વિક્રમભાઈ  ડાંગર    પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કવાર્ટર, રાજકોટ
પૂજા રાજપુત    મહિલા લોકરક્ષક, કંટ્રોલ મ, સુરત શહેર

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS