રાજુલામાં લોકડાઉનમાં ડિટેઇન થયેલા વાહનો દંડ વિના પરત કરો

  • October 28, 2020 11:34 AM 

કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં અચાનક ૨૧ દિવસનું લોકડાઉન કરી દેવામાં આવતાં કેટલાક લોકો મુંજાઈ ગયા હતા ને જીવન જ‚રી વસ્તુ લેવા બજારમાં નીકળેલ હતા તેવા લોકોના પોલીસે વાહનો ડિટેઈન કરેલ છે તેમની સામે વાંધો નથી પરંતુ તે વાહનો દંડની રકમ વગર પરત આપવાની માગ સાથે રાજુલા નગરપાલિકા કોંગ્રેસના સદસ્ય ઘનશ્યામ વાઘે સરકાર પાસે માગ કરી છે.


વધુમાં જણાવેલ છે કે કોરોના લોકડાઉન દરમિયાન અણસમજુ અને જીજ્ઞાસુ ગરીબ પ્રજાજનો બજારમાં નીકળે તેમની મોટરસાઈકલ ગુજરાત પોલીસ ડિટેઈન કરી રહી છે ત્યારે અમે સરકારનો વિરોધ નથી કરતા, કારણ કે લોકો ખોટી રીતે બહાર નીકળતા અટકશે પરંતુ હાલની સ્થિતિમાં લોકો ઘરમાં રહ્યા છે અને આવક પણ બંધ છે તેથી સરકાર વિચાર કરી અને આવા સામાન્ય અને ગરીબ લોકોને મોટા દંડ ફટકારી પરેશાન કરે અને દંડ વગર વાહનો પરત આપે તેવી રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરી છે. ઘનશ્યામ વાઘે જણાવ્યું હતું કે, સરકાર વાહનો ડિટેઈન કરીને કોઈ આવક ઉભી નથી કરવા માગતી પરંતુ લોકજાગૃતિ માટે વાહનો ડિટેઈન કરેલ છે પરંતુ લોકહિત ખાતર અને આર્થિક મુશ્કેલી જોઈ વાહનો દંડ વગર પરત કરવા માગણી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS