વરસાદ ખેંચાતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આવકો ઘટી ગઈ

  • July 05, 2021 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં અનાજ, કઠોળ અને તેલિબિયા સહિતની તમામ આવકો ઘટી ગઈ છે અને ખાસ કરીને આજે કઠોળમાં બજાર પણ ડાઉન રહ્યાનું જાણવા મળે છે.


વિશેષમાં માર્કેટ યાર્ડના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વરસાદ ખેંચાયો છે અને જળાશયોના પણ તળિયા દેખાવા લાગ્યા હોય વર્ષ નબળુ જવાની ભીતિએ ખેડૂતો માલ વેંચતા નથી. ભીમ અગિયારસે વાવણીના શુકન સચવાઈ ગયા પરંતુ ત્યારબાદ જ‚રિયાત મુજબ વરસાદ નહીં થતા વાવણી નિષ્ફળ જવાની પણ શકયતા હોય ખેડૂતો યાર્ડે આવતા નથી જેથી આવકો ઘટી ગઈ છે.

મેઘ મહેર નહીં વરસતા ખેડૂતો માલ વેચતા નથી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા એક પખવાડિયાથી કયાંય જ વરસાદ ન હોય હવે ખેડૂતો માલ વેચવાનું ટાળવા લાગ્યા છે. વર્ષ નબળુ જશે તો? તેવી ભીતિને લઈ ખેડૂતો પડતર માલ બજારમાં મુકતા અચકાય છે જેના લીધે માર્કેટ યાર્ડમાં આવકો ઘટી ગઈ છે.


સ્ટોક નિયંત્રણના કારણે ખરીદીમાં પણ ખચકાટ
રાજકોટ સહિત રાજ્યભરમાં કઠોળના ભાવ સતત વધી રહ્યા હોય સ્ટોક નિયંત્રણ હેઠળ વેપારીઓને ત્યાંથી રોજે રોજના સ્ટોકના ફિગર મેળવવાનું શ‚ કરાતા હવે ખાસ કરીને કઠોળના વેપારીઓ ખરીદીમાં ખચકાટ અનુભવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS