સાજા થયા પછી છ મહિના સુધી મોત અથવા ગંભીર બિમારીનું જોખમ

  • April 24, 2021 10:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભ્યાસમાં દાવો: શરૂઆતના સંક્રમણથી સાજા થયા બાદ છ મહિના સુધી મોતનું જોખમ ૬૦ ટકા સુધી વધી જાય છે: શ્ર્વાસ સંબંધી તકલીફો, હૃદયના અનિયમિત ધબકારા, માનસિક સ્વાસ્થ્ય અને વાળનું ખરવું વગેરે થઇ શકેકોવિડ–૧૯થી સાજા થયેલા લોકોમાં વાયરસ હોવાનું માલુમ થયાના છ મહિનામાં મોતનું જોખમ વધારે હોય છે. આમાં એવા લોકો પણ શામેલ હોઈ શકે છે જેમને કોરોના માલુમ પડા બાદ હોસ્પિટલ માં દાખલ થવાની જર પડી ન હોય. આ જાણકારી કોરોના અંગે અત્યારસુધીનો સૌથી વિશાળ અભ્યાસમાં સામે આવી છે. નેચર પત્રિકામાં પ્રકાશિત થયેલા અધ્યયનમાં અધ્યયનકર્તાનું કહેવું છે કે આગામી વર્ષેામાં દુનિયાની વસ્તી પર આ બીમારીનો મોટો ભાર આવવાનો છે.

 

 


અમેરિકામાં વોશિંગટન યુનિવર્સિટીમાં સ્કૂલ આફ મેડિસન ના અભ્યાસકર્તાએ કોવિડ–૧૯ સંબંધમાં વિવિધ બીમારીની એક યાદી ઉપલબ્ધ કરાવી છે, જેનાથી કોરોના મહામારીને પગલે લાંબા સમયમાં ઊભી થનારી મુશ્કેલીની એક મોટી તસવીર પણ ઊભરીને સામે આવે છે. તેમણે પુષ્ટ્રિ કરી છે કે શઆતમાં ફકત શ્વાસના રોગ સાથે જોડાયેલા વિષાણુ (વાયરસ) તરીકે સામે આવેલો કોવિડ–૧૯ વાયરસ લાંબા ગાળે લગભગ શરીરના દરેક અગં અને તંત્રને પ્રભાવિત કરી શકે છે.

 


આ અભ્યાસમાં આશરે ૮૭,૦૦૦ કોવિડ–૧૯ દર્દી અને આશરે ૫૦ લાખ અન્ય દર્દીઓને શામેલ કરાયા હતા. આ એવા લોકો હતા જેઓ બીમારીમાંથી ઊગરી ગયા હતા. અભ્યાસના વરિ લેખક અને મેડિસિન સહાયક પ્રોફેસર જિયાદ અલ–અલીએ કહ્યુ કે, ''અમારા સંશોધનમાં એવું સામે આવ્યું છે કે કોરોના રોગની જાણકારી મળ્યાના છ મહિના પછી કોવિડ–૧૯ના સામાન્ય કેસમાં પણ મોતનું જોખમ ઓછું નથી થતું. બીમારીની ગંભીરતાની સાથે તે વધતું જાય છે.'' અલ–અલી કહે છે કે, ''ડોકટરોએ એવા દર્દીઓની તપાસ કરતા સજાગ રહેવું જોઈએ જેઓ કોરોના સંક્રમિત થઈ ગયા છે. આ દર્દીઓને વિશેષ દેખરેખની જરી રહશે.''

 


શોધકર્તાઓએ દર્દીઓ સાથે થયેલી વાતચીતના આધારે પ્રથમ નજરમાં સામે આવેલા કેસ અને લધુ અધ્યયનમાં મળેલા સંકેતોની ગણતરી કરી હતી. જેમાં કોવિડ–૧૯ની બીમારીથી સાજા થયેલા દર્દીઓમાં અન્ય આડઅસર જોવા મળી હોય. તેમણે કહ્યુ કે, આ આડઅસરોમાં શ્વાસ સંબંધી તકલીફો, હૃદયના અનિયમિત ધબકારા, માનસિક સ્વાસ્થ્ય અને વાળનું ખરવું વગેરે શામેલ છે.

 

 


શોધકર્તાઓને માલુમ પડું કે, શઆતના સંક્રમણથી સાજા થયા બાદ એટલે કે બીમારીના પહેલા ૩૦ દિવસ પછી કોવિડ–૧૯થી સાજા થયેલા લોકોમાં છ મહિના સુધી સામાન્ય વ્યકિતની સરખામણીમાં મોતનું જોખમ ૬૦ ટકા સુધી વધી જાય છે. શોધકર્તાઓએ દાવો કર્યેા છે કે કોરોનાથી સાજા થયાના છ મહિના બાદ સામાન્ય રોગની સરખામણીમાં કોરોનાથી પ્રતિ ૧૦૦૦ લોકોમાં આઠ વધારે મોતના કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યુ કે, કોવિડ–૧૯ના એવા દર્દીઓ જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરી પડી હતી અને જેઓ બીમારીના શઆતના ૩૦ દિવસ પછી સાજા થઈ જાય છે, તેમાં છ મહિનામાં પ્રતિ ૧૦૦૦ લોકોમાં મોતના ૨૯ વધારે કેસ જોવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS