ગેરકાયદે પાસવર્ડનો ઉપયોગ કરી બોટાદમાં બીઓબીના એટીએમમાંથી 19.18 લાખની ઉઠાંતરી

  • May 20, 2021 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કંપનીના જ બે કસ્ટોડિયન કર્મચારીએ એટીએમમાંથી છળકપટથી પિયા ઉઠાવી લીધાની આશંકા


બોટાદ શહેરમાં આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમમાંથી ા.19.18 લાખની ઉઠાંતરી કરવામાં આવ્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. આ બનાવ અંગે એટીએમમાં પૈસા લોડ અને સાઈટ (મેન્ટેન્સ)નું કામ કોન્ટ્રાક્ટથી કરતી કંપની દ્વારા વિશ્ર્વાસઘાત, ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 


બોટાદ શહેરના ભાવનગર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસેના બેન્ક ઓફ બરોડાનાં એટીએમમાંથી ગત તા. 20-4 થી તા. 28-4ના સમયગાળામાં કોઈ શખસોએ નિયત કરતાં ઓછી રકમ ભરી અથવા પિયા ભયર્િ બાદ તે પિયામાંથી છળકપટથી પોતાના અંગત લાભ માટે ગેરકાયદે પાસવર્ડનો ઉપયોગ કરી ા. 19,18,500 મેળવી જાહેર જનતાના રોકડ નાણાંનો અંગત વપરાશ માટે સીએમએસ કંપની સાથે વિશ્ર્વાસઘાત અને ઠગાઈ કરી હતી.

 


બનાવ અંગે એટીએમ પૈસા લોડ કરવાના અને એટીએમની સાઈટ (મેન્ટેનન્સ) કરવાનું કામગીરી સંભાળતી અસીએમએસ ઈન્ફોસિસ્ટમ લિ. કંપનીની ભાવનગર ખાતે આવેલ બ્રાન્ચમાં ઓપરેશન આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા આશીષભાઈ પ્રવીણભાઈ ગોહેલ (રહે. પ્લોટ નં. સી-4962-એ, અયોધ્યાનગર, કાળિયાબીડ, ભાવનગર) એ કંપનીમાં જ કામ કરતા શકદારો અથવા તપાસમાં ખુલે તે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેનાં આધારે બોટાદ પોલીસે આઈપીસી 408, 420, 424, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 


ગત તા. 28-4નાં રોજ બીઓબીના એટીએમમાં લાખો પિયાની ઘટ મળી આવ્યાની જાણ થતા બીજા દિવસે નાણાં ઘટ અંગે તપાસ કરાઈ હતી. જેમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ જાણવા મળેલ ન હોય, તેમજ નાણાં ભયર્નિા પછીના દિવસોમાં છ વખત એટીએમને ચેક કરવા માટે ખોલવામાં આવ્યું હોવાનું એટીએમના ઈજે લોગમાં જાણવા મળ્યું હતું. જેથી ઘરના જ ઘાતકી હોય તેમ કંપનીમાં કામ કરતા બે કસ્ટોડિયન દ્વારા એટીએમમાંથી નાણાં કાઢી લેવામાં આવ્યા હોવાની શંકા ઉપજી હતી. જેના આધારે આજે બુધવારે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application