૮૫ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ચાર ખૂંખાર આરોપી ઝડપાયા

  • May 08, 2021 05:18 AM 

ચંપકનગર શેરી નંબર ૩માં આવેલ શિવ વેલર્સ નામની દુકાનમાં ૧૪ દિવસ પૂર્વે બંદૂકની અણીએ ફિલ્મી ઢબે ૮૫ લાખની થયેલી લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસે ઉકેલી નાખી આ લૂંટમાં સંડોવાયેલા રાજસ્થાનના પાંચ ખૂનખાર આરોપીઓને ઝડપી લીધા છે આ લૂંટમાં સંડોવાયેલા મધ્યપ્રદેશના અન્ય આરોપીની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે

 

 

ચંપકનગર શેરી નંબર ૩માં આવેલ શિવ વેલર્સ નામની દુકાનના મલિક મોહનભાઇ ડોડીયાને ત્યાં ગત તારીખ ૨૬ એપ્રિલના રોજ બપોરે ૩ શખ્સો ચાંદીની વીંટીની ખરીદી કરવાના બહાને આવ્યા હતા અને બંદૂક બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ઢીકાપાટુ માર મારી ૨ કિલો ૭૦૦ ગ્રામ સોનાના દાગીના અને આશરે ૨ કિલો ચાંદીના દાગીના મળી કુલ ૮૨,૯૬,૯૦૦ કિંમતના દાગીના અને પિયા ૨,૫૦,૦૦૦ રોકડ મળી કુલ પિયા ૮૫,૪૬,૯૦૦ની લૂંટ કરી નાસી છૂટા હતા અને દુકાન માલિક મોહનભાઇને દુકાનની તિજોરીમાં પૂરી દીધા હતા.

 


આ લૂંટની ઘટના રાયભરમાં સનસનાટી મચી ગઈ હતી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આ લૂંટનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓને સરકાર ઇનામ આપશે.


૮૫ લાખની ચકચારી ભેદ ઉકેલવામાં પ્રશંસનીય કામગીરી કરનાર ક્રાઇમ બ્રાંચના પી.આઇ વી.કે.ગઢવી તથા બી ડીવીઝન પો.સ્ટે. ના પીઆઈ એમ.બી. ઐસુરા તથા ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ પી.એમ.ધાખડા, પી.એસ.આઇ પી.બી.જેબલીયા, પી.એસ.આઇ એસ.વી.સાખરા, પી.એસ.આઇ એમ.વી.રબારી, પી.એસ.આઇ યુ.બી.જોગરાણા, પી.એસ.આઇ વી.જે.જાડેજા તથા બી ડીવીઝનના પી.એસ.આઇ પી.બી.તરાજીયા તથા પી.એસ.આઇ બી.બી.કોડીયાતર તથા ક્રાઈમ બ્રાન્ચના કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ક્રીપાલસિંહ જાડેજા, મયુરભાઇ પટેલ,વિક્રમભાઇ ગમારા, સુભાષભાઇ ઘોઘારી,દેવરાજભાઇ કાળોતરા તથા પો.કોન્સ. સંજયભાઇ પાપરા, પ્રદીપસિંહ જાડેજા,પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા, પુષ્પરાજસિંહ જાડેજા, શકિતસિંહ ગોહીલ તથા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ વીરમભાઇ ધગલ તથા સીરાઝભાઇ ચાનીયાએ કામગીરી કરી હતી. રાજકોટ પોલીસે આરોપીઓની ધરપકડ કરી તે આરોપીઓ ઉપર અન્ય રાયમાં ઇનામ જાહેર કરવામાં આવ્યું હોય અન્ય રાજયમા પણ પકડવાના બાકી હતા અને બહત્પ થોડા સમય માજ રાજકોટ પોલીસે પકડી અને બહત્પ સારી એવી સફળતા મેળવી છે એ માટે આ કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને સરકાર માં ઇનામ આપી પ્રોત્સાહીત કરવા માટે પ્રપોઝલ કરવા મા આવશે. બીજું પોલીસને તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ રાયોમાં તપાસ માટે મોકલી હતી આ લૂંટમાં લૂંટાઓને ડભોઇ લેવા અલગ–અલગ રાયોમાં છેલ્લા આઠ દિવસથી રાજકોટ પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી તે દરમિયાન આ લૂંટમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ હરિયાણા તરફની ટૂંકી સંડોવણી હોવાની શંકા જતા ક્રાઇમ બ્રાંચના એ.સી.પી ડી.વી.બસીયા અને પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ રાજકોટ પોલીસની ટીમે બાતમીના આધારે કુખ્યાત જંગલ વિસ્તારમાં આ ટોળકીની ધરપકડ માટે તેના સ્થાનિક ની મદદથી જાણકારી મેળવી લૂંટમાં સંડોવાયેલા રાજસ્થાન ભરતપુર જિલ્લાના અજાન ગામના શુભમ સોરવિંદસિંહ કુંતલ, ઘરદપુરા,ઘોલપુરના અવિનાશ પુર ફોજી ઉત્તમ સિંગ સિકવાર, ભરતપુરના બતાઈ ગામના સુરેન્દ્ર હમીરસિંગ કુંતલ,ઢોલપુર રાજસ્થાન ના બીકેશ કુમહેરસિંગ ઠાકુરની ધરપકડ કરી આ ચકચારી કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો આ લૂંટમાં સંડોવાયેલા મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના સતીશ સોરવરસિંહ ઠાકોરનું નામ બહાર આવતા તેની શોધખોળ શ કરાઇ છે.

 


લુંટને અંજામ આપી ટોળકી હરિયાણા ભાગી ગઇ હતી
બાદ તા.૨૬૦૪૨૦૨૧ ના રોજ પાંચેય આરોપીઓએ અલગ–અલગ ગ્રુપમા શીવ જવેલર્સ ની આજુબાજુ રેકી કરેલ અને કલાક ૧૧૦૦ વાગ્યા આસપાસ આરોપી બીકેશ વીટી લેવાના બહાને શીવ જવેલર્સ મા જઇને રેકી કરી આવેલ હતો અને લુંટ કરવાના થોડા સમય પહેલા નજીક માંથી બીકેશ તથા અવીનાશએ મોટર સાઇકલની ચોરી કરી અને બપોરના આશરે ત્રણેક વાગ્યે શીવ જવેલર્સમાં સતીષ, શુભમ, અને સુરેન્દ્ર એમ ત્રણેય હથીયાર સાથે અંદર ગયેલ અને બાકીના બીકેશ તથા અવિનાશ બહાર રેકી કરતા હતા અને ઉપરોકત ત્રણેય આરોપીઓ શો–મમા જઇ ચાંદીની વીટી ખરીદવા માટે પુછપરછ કરી અને જયારે દુકાનદાર તેને વીટી બતાવતા હતા તે દરમ્યાન ત્રણેય ઇસમોએ કાઉન્ટર ટેલબ ટપી ફરીયાદીને પકડી રાખી માર મારી પીસ્ટલ હથિયાર બતાવી ધમકી આપી શો મ મા રહેલ સોનાના અલગ–અલગ દાગીના તથા ચાંદીના દાગીના તથા રોકડા પીયા એમ મુદામાલની લુંટ કરી ફરીયાદીને શો મા રહેલ તીજોરી મા પુરી બહારથી લોક કરી બહાર નીકળી અમુક મુદામાલ પોતાની પાસે રાખી અને નાકાબંધીમા કે બીજે કયાય પકડાય જાય તો મુદામાલ ન આપવો પડે તે માટે બાકીનો મોટા ભાગનો બીજો મુદામાલ અન્ય રેકી કરતા બીકેશ અને અવીનાશને આપી દીધેલ અને પોતે ત્રણેય મોટર સાયકલ લઇ થેલા સાથે મોરબી તરફ ભાગેલ અને બાદ અવિનાશ અને બીકેશે પોતાના ભાડાના મકાને જતા રહેલ અને ત્યા મુદામાલ મમા મુકી બાદ બહારની પોલીસ તેમજ અન્ય વ્યકિતની મુવમેન્ટ ઉપર નજર રાખતા હતા તે દરમ્યાન થોડા સમય પછી જોતા બહત્પ મોટા પ્રમાણ મા પોલીસ નો કાફલો આવી ગયેલ જેથી આ બંન્નેને પકડાઇ જવાની બીક લાગતા પોતે મુદામાલ ત્યા મમા માંજ રાખી તે જગ્યાએ થી થોડે દુર જઇ અગાઉ નકકી થયા મુજબ ઓટો રીક્ષા મારફતે બસ સ્ટેન્ડે જઇ બસ મારફતે મોરબી ગયેલા તેમજ સતીષ, શુભમ તથા સુરેન્દ્ર જે મોટરસાયકલ લઇને મોરબી તરફ ગયેલ તે મોરબી પહેલા વીરપર ગામ પાસે મોટર સાઇકલ રોડ નીચે મુકી ત્યાથી સીએનજી ઓટો રીક્ષામાં મોરબી બસ સ્ટેન્ડ ગયેલા જયાં પાંચેય જણા અગાઉથી નકકી થયા મુજબ ભેગા થયેલા જયાં સતીષે કપડા બદલાવી લીધેલા હતા અને મોરબીથી ઇકકો ભાડે કરી માળીયા ગયેલા જયાં રાજસ્થાનની બસમા બેસી ઉદયપુર, જયપુર, ત્યાથી દીલ્હી ગયેલા અને દીલ્હીથી પલવલ હરીયાણા ગયેલા અને ત્યાંથી ભીવાડી આવેલા અને ત્યાંથી બધા છુટા પડેલા હતા અને તે બાદ અવિનાશ અને શુભમ રેવાડી (હરીયાણા) ખાતે પેઇગ ગેસ્ટ તરીકે રહેવા લાગેલા હતા.

 


ત્રણ રાજ્યમાં વોન્ટેડ પાંચેય ખૂનખાર ગુનેગારોએ રાજકોટમાં રહી લૂંટને અંજામ આપ્યો
શિવ વેલર્સમાં થયેલી ૮૫ લાખની ચકચારી લૂંટમાં સંડોવાયેલા આરોપીઓ ખૂનખાર ગુનેગાર છે અને રાજસ્થાન મધ્ય પ્રદેશ અને હરિયાણાના જિલ્લામાં તેમના ઉપર અસંખ્ય ગુના નોંધાયેલા હોય અને ત્રણ રાયોની પોલીસ તેને શોધી રહી છે.આરોપી શુભમ અને અવિનાશ ફૈાજીની પુછપરછ કરતા તેઓ પૈકી શુભમ ના જણાવ્યા મુજબ આજથી આશરે એક વર્ષ પહેલા ભરતપુર ખાતે શુભમ ને ક્રિષ્ના હથૈની નામના વ્યકિત સાથે સામાન્ય બોલાચાલીમાં માથાકુટ થયેલી અને સામ–સામા ફાયરીંગના અલગ–અલગ બનાવ બનેલ હતા. જેમાં શુભમના મિત્ર નકુલનું મર્ડર થયેલ હતુ અને શુભમએ સામે ફાયરીંગ કરતા તેને ૩૦૭ મા જેલમા જવુ પડેલ આમ બંન્ને પાર્ટીના સભ્યો ભરતપુર જેલમાં ગયેલ હતા જયાં શુભમ ને અવિનાશ ફૈાજી કે જે ૩૭૬ ના કેશમાં જેલમાં હતો તેની સાથે મિત્રતા થયેલ હતી અને અવિનાશ ફૈાજીને ત્યા ભરતપુર જેલ મા લુંટ કેસમા રહેલ સતીષ ઠાકુર રહે. મુરૈના સાથે પણ ઓળખાણ થયેલ આમ શુભમ,અવિનાશ અને સતિષ મિત્ર થયેલા હતા બાદ શુભમ જેલ માંથી છુટયા બાદ ભરતપુરમાં માથાકુટ થયેલ હોય અને પોતાની પાસે હથિયાર ન હોય જેથી તે પોતાના વિસ્તારમા રહી સકે તેમ ન હતો .ઉપરાંત ચાર મહિના પૂર્વે થયેલા એક અકસ્માતમાં શુભમ અને અવિનાશને ઈજા થઈ હોય જેથી આરામ કરવો જરી હોય અને પોતાને દુશ્મની થયેલ હોય તેનાથી બચવા ભરતપુરની આજુબાજુમાં રહી શકે તેમ ન હોય અને તે અનેક ગુન્હામા વોન્ટેડ હતા જેથી પોલીસની પકડથી બચવા માટે પોતાની ઓળખ છુપાવા તેઓએ શુભમના મિત્ર રામહરી રહે. ધોલપુર વાળાનો સંપર્ક કરતા તેઓએ બીકેશ પરમાર (રહે. મુંબઇ વાળા)નો સંપર્ક કરાવેલ હતો અને તેઓએ કહેલ કે તમારે એક કે બે મહીના આરામ કરવો હોય તો મારો રાજકોટ ખાતે મ ખાલી છે જેથી આરામ કરજો તેમ વાત કરેલ બીકેશ પરમારનુ રાજકોટ આવેલ ભાડાના મકાનમા શુભમ, અવિનાશ, સુરેન્દ્ર, એમ ત્રણેય બસ મારફતે તારીખ ર૧૩ર૧ ના રોજ પીન્ટુભાઇ નામના વ્યકિત નુ રાજકોટ પેડક રોડ ચંપકનગર –૧ ભુમી રોલ પ્રેસની બાજુમા આવેલ મકાનમા રહેવા આવેલા હતા તે વખતે બીકેશે રાખેલ આ મકાનમા એક છોકરો રહેતો હતો તેણે મની ચાવી આપી તે જતો રહેલ હતો તે બાદ બન્ને અવિનાશ અને શુભમનાઓએ રાજકોટ સરકારી હોસ્પીટલમાંથી અકસ્માત અંગેની સારવાર કરાવેલ હતી આમ તો આ તમામ લોકો લુંટ કરવાની માનસિકતા ધરાવતા હતા અને આ વિસ્તારમા સોના–ચાંદી ના ઘરેણા ની દુકાનો આવેલ હોય અને એના મની નજીક આવેલ સોનીની દુકાનમાંથી લુંટ કરવાનું નકકી કરેલ હતુ તે બાદ નજીકમાં જયાંથી જમવાનું પાર્સલ લેવા જતા તે હોટલ વાળાને રાજસ્થાન તરફ જવા માટે કયો ટ સરળ રહે તે બાબતે પુછપરછ કરતા અમદાવાદ અને મોરબીથી તે તરફ જઇ શકાય તેમ જણાયેલ હોય જેથી આરોપીઓએ મોરબી તરફથી જવાનુ નકકી કરેલ હતુ તે માટે તેણે મોરબી માળીયા અને ત્યાથી રાજસ્થાનનો ટ પહેલેથી નકકી કરી રાખેલ હતો અને તારીખ ર૪૪ર૧ ના રોજ બીકેશ મુંબઇથી રાજકોટ આવેલ હતો બાદ આ લોકો પાસે હથીયાર ન હોવાથી તેમણે સતીષનો કોન્ટેક કરેલ હોય અને અગાઉ નકકી થયા મુજબ સતીષ લુંટના આગલા દીવસે મધ્યપ્રદેશ મોરેના થી પીયા તથા જરી હથીયાર લઇને રાજકોટ આવેલ હતો અને એમ પાંચેય જણાએ લુંટ કરવાનુ નકકી કરેલ હતુ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS