ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સના વિજયરથને રોકવા રોહિતની મુંબઇ ઇન્ડિયન્સનો ટાર્ગેટ રહેશે

  • May 01, 2021 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચઢાવ–ઉતારવાળા પોતાના અભિયાનને ફરીથી પાટા ઉપર લાવવા માટે આતુર વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ શનિવારે આઇપીએલ ટી૨૦ લીગની રમાનારી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સના વિજયરથને રોકવાના તમામ પ્રયાસ કરશે. યુએઇ ખાતે ગયા વર્ષે પ્લે ઓફમાં પણ સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેલી સીએસકેની ટીમ જૂના હિસાબ સરભર કરવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે. ચેન્નઇની ટીમે પ્રથમ મેચ ગુમાવ્યા બાદ સતત પાંચ મેચમાં વિજય મેળવ્યો છે.

 


મુંબઇ ઇન્ડિયન્સનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી અને તેણે છ મેચમાં માત્ર ત્રણ વિજય મેળવ્યા છે. ફિરોઝશાહ કોટલા ખાતેની છેલ્લી મેચમાં તેણે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું જેના કારણે તેનું મનોબળ વધ્યું છે પરંતુ હવે રમતના તમામ પાસામાં શાનદાર દેખાવ કરનાર ચેન્નઇની ટીમ સામે તેનો મુકાબલો છે. આ મેચનું પરિણામ મુખ્યત્વે બંને ટીમના ટોચના ક્રમના બેટસમેનોના પ્રદર્શન ઉપર મદાર રાખશે. સુકાની રોહિત સારી શઆત કરે છે પરંતુ મોટી ઇનિંગ રમી શકયો નથી. ઓપનર કિવન્ટન ડી કોક ફોર્મમાં પરત ફર્યેા હોવાથી મુંબઇને રાહત થઇ છે. સૂર્યકુમારે મોટી ઇનિંગ રમવાનું તથા પોલાર્ડે આક્રમક બેટિંગ કરવાનું ચાલુ રાખવું પડશે.

 


હાદિર્ક પંડયા સદંતર લોપ ગયો છે અને હવે તેને એક કે બે મેચમાં પડતો મૂકીને અન્ય કોઇ ખેલાડીને તક આપવાનો સમય પાકી ગયો છે. ચેન્નઇના મિડલ ઓર્ડરનું હજુ વિશેષ કસોટી થઇ નથી. ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ શાનદાર ફોર્મમાં છે.

 


બંને સામે બાઉલ્ટ તથા બુમરાહની ઘાતક જોડીનો પડકાર રહેશે. આ બંને બોલર્સ ડેથ ઓવર્સમાં પણ ઘણા ઉપયોગી પુરવાર થયા છે. કોટલાની ધીમી પિચ ઉપર લેગ સ્પિનર રાહત્પલ ચહરની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application