લોક જાગૃતિ માટે ફિલ્મ બનાવશે રોહિત શેટ્ટી, ઉદ્ધવ ઠાકરે સાથે કરી વાત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસનો કહેર મહારાષ્ટ્રમાં વધારે જોવા મળી રહ્યો છે. તેવામાં આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ સહિત 4 શહેરોમાં લોકડાઉન જાહેર કર્યું છે. આ સાથે  જ તેમણે બોલિવૂડના ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીનો પણ સંપર્ક કર્યો હતો. તેમણે રોહિત શેટ્ટી સાથે એક ફિલ્મ બનાવવા અંગે વાત કરી છે.  આ ફિલ્મના માધ્યમથી લોકોને કોરોના અંગે જાગૃત કરવા કહેવામાં આવ્યું છે. જો કે હાલ આ વાત અંગે રોહિત શેટ્ટીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ સિંગર કનિકા કપૂરને પણ કોરોના વાયરસ હોવાનું બહાર આવ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS