ગિરનારની ગોદમાં રાત્રે નાગા બાવા-સંતોની રવાડી બાદ શાહી સ્નાન

  • March 11, 2021 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગરવા ગિરનારની ગોદમાં પાંચ દિવસીય મહાશિવરાત્રી ના મેળામાં આજે અંતિમ દિવસે વહેલી સવારથી સંતો મહંતો દ્વારા ભવનાથ મંદિર નું પૂજન અર્ચન કરાઈ રહ્યું છે તો બીજી તરફ તળેટીના વિવિધ આશ્રમમાં સાધુઓ માટે ફરાળ, ભાંગની પ્રસાદી સહિતની વિતરણ સાથે તળેટીમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો છે જોકે આ વર્ષે ભાવિકોની નહિવત હાજરી વચ્ચે તળેટી સૂમસામ ભાસી રહી છે.


આજે રાત્રે વિવિધ અખાડાઓની આગેવાનીમાં દિગંબર સાધુઓના હેરતભર્યા પ્રયોગો અને નાગાબાવાઓની ભવ્ય રવાડી મહાશિવરાત્રીનો મેળો ખાસ કરીને સંતો-મહંતોની રવાડી અને નાગા બાવાઓ ના અંગ કસરત અને હેરતભર્યા પ્રયોગો ને લઇ વધુ પ્રચલિત છે ત્યારે આજે રાત્રે મહાશિવરાત્રીના મેળામાં અખાડામાં આવતા દિગંબર સાધુઓના વિવિધ હેરતભર્યા પ્રયોગો જેવા કે ઇન્દ્રિયોથી વાહન ખેંચવું, તલવાર બાજી, પટ્ટાબાજી, અંગ કસરત અને ઇન્દ્રિય પર લાકડી ગોઠવી અન્ય સાધુઓના વજન ઉચકવા ઉપરાંત અલગારી સાધુઓ ના અનોખા રૂપ સહિત ના લોકોને નવાઈ અને અચરજ પમાડતા વિવિધ પ્રયોગો હાથ ધરાશે.

નાગા બાવાઓની રવાડી
સરઘસમાં સૌથી આગળ ગુરુ દત્તાત્રેયની પાલખી ત્યારબાદ આહવાન અખાડાની ગણપતિ ની પાલખી, અગ્નિ પાલખી, અને તે પછી પંચ અગ્નિ અખાડા, જૂના અખાડા સહિતના સંતો મહંતોની આગેવાનીમાં ધર્મની ધજાઓ સાથે ભવ્ય રવાડી નીકળશે. મહામંડલેશ્વર ૧૦૦૮ વિશ્વંભર ભારતી બાપુ, ચાપરડાના મહંત મુકતાનંદ બાપુ, ઉપરાંત ભવનાથ મંદિરના મહંત હરી ગીરીબાપુ, શૈલજા દેવી, જયશ્રી કાનંદગીરી, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઇન્દ્રભારતી બાપુ, શેરનાથબાપુ, મોટા પીર બાવા તનસુખ ગીરીબાપુ, નાના પીર બાવા ગણપત ગીરીબાપુ , મહાદેવ ગીરીબાપુઉપરાંત વિવિધ જગ્યા ઓથી પધારેલા સંતો મહંતો જોડાશે.

કોરોનામાંથી મુક્તિ મળે તે માટે ભવનાથદાદાને પ્રાર્થના કરાઇ
મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે કોરોના કાળને લઈને નીરસ અને ભાવિકો ની ગેરહાજરી વચ્ચે સુમસાન ગયો હોય તેમ આજે સવારથી જ ભાવિકો દ્વારા મહાદેવને પૂજન-અર્ચન કરી કોરોના કાળ માંથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કોરોનાને લઇને મહા શિવરાત્રી મેળામાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ વચ્ચે ઘર બેઠા જ ભાવિકો રવેડી જોઈ શકે તે માટે રવેડીનુ લાઇવ પ્રસારણ કરાશે.

પોલીસ દ્વારા માસ્ક વિતરણ લોકજાગૃતિ
એસ.પી  રવિ તેજા વાસમ શેટ્ટીના આદેશને પગલે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મહા શિવરાત્રી બંદોબસ્ત ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફના .રામદેભાઈ, ભીમાભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય, સહિતની ટીમ પેટ્રોલિંગ, દરમિયાન ભવનાથ વિસ્તારમાં  વસતા શ્રમિકો અને તેઓના નાના ભૂલકાઓને કોરોના વાયરસનું સંક્રમણ ના થાય એ હેતુથી મફતમાં માસ્ક વિતરણ કરી, માસ્ક પહેરાવવા કાર્યવાહી કરવામાં આવેલ હતી. ઉપરાંત મર્યાદિત સંખ્યામાં આવતા, જુદા જુદા આશ્રમના સેવકો, સાધુઓ તેમજ વાહન ચાલકોને માસ્ક પહેરાવી લોકજાગૃતિ બતાવી.

સાધુ-સંતો દ્વારા મેળાની પરંપરા જળવાશે
ભાવિકોના પ્રવેશ નિષેધને પગલે આ વર્ષે ઘર બેઠા જ રવેડી ના લાઇવ પ્રસારણનીની વ્યવસ્થા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી નાની દર્શન હેઠળ આ વર્ષે લોકોને ઘર બેઠા રવેડીના દર્શન કરી શકે તે માટે રવેડી નુ લાઈવ પ્રસારણ કરવામાં આવશે.  કલેકટર ડો સૌરભ પારધી, મ્યુનીસીપલ કમિશ્નર તુષાર સુમેરા,  અને એસ.પી રવી તેજા વાસમશેટૃીની ત્રિપુટી દ્વારા સંતો મહંતોની રવાડી તથા નાગા સાધુઓના અંગ કસરત હેરત ભર્યા પ્રયોગો ને લઇ તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે જોકે આ વર્ષે ભાવિકોને ગેરહાજરી ને પગલે તંત્રને થોડી રાહત મળી છે પરંતુ કોરોના કાળમાં યોજાતા મેળા માં પણ ભાવિકોને ગેરહાજરી છતાં પણ જાહેરનામાની ચુસ્ત અમલવારીની અને કોરોના ગાઈડલાઈન ના નિયમોની અમલવારી  ચુસ્ત પણે અમલવારી કરવા તંત્ર દોડતું જોવા મળી રહ્યું હતું.

ભવનાથ મહાદેવની પૂજા અને મૃગીકુંડમાં સ્નાન સાથે જ મેળાની પૂર્ણાહુતી
મહાશિવરાત્રીના મેળામાં સાધુ-સંતોની રવેડી મૃગી કુંડ ખાતે પૂરી થતા પવિત્ર સ્નાન કરી મધ્ય રાત્રીના ૧૨ વાગ્યે ભવનાથ મહાદેવની પૂજા આરતી અને દર્શન કરી સાધુ સંતો ગણતરીની મિનિટોમાં અલોપ થઈ જતા હોય છે અને તેનું રહસ્ય આજદિન સુધી કોઈ મેળવી શક્યું નથી અને ભવનાથ મહાદેવની પૂજા સાથે મેળાની વિધિવત પૂર્ણાહુતિ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS