જૂનાગઢ જિલ્લામાં કાચા-પાકા મકાન ઝુંપડા માટે રૂ ૨.૪૭ કરોડ સહાય ચૂકવાઈ

  • May 27, 2021 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 તાઉ-તે વાવાઝોડા સંદર્ભે જૂનાગઢ જિલ્લામાં ૯૮૨ આંશીક કાચા પાકા મકાન માટે રૂા.૨ કરોડ ૪૫ લાખ ૫૦ હજાર અને સંપૂર્ણ કાચા મકાન માટે ૧૯ લાખ એમ કુલ રૂા.૨.૪૭ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. ઉપરાંત ક્ષતિગ્રસ્ત થયેલ પશુધનના ૫૮ શેડ માટે રૂા. ૨.૯૦ લાખ સહાય ચૂકવી દેવામાં આવી છે.


તાઉતે વાવાઝોડામાં થયેલ નુકશાનને લઇને  કાચા-પાકા મકાન, ઝુપડા અને ઢોરના શેડ પડી ગયા હોવાના સર્વે માટે ૫૭ ટીમો કામે લાગી હતી અને જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકામાં સર્વેની કામગીરી પૂર્ણ થતા નુકસાન થયેલ લોકોને સહાયની રકમ ચુકવી દેવામાં આવી છે.જેમાં કાચા-પાકા મકાનોમાં જૂનાગઢ તાલુકામાં બે કાચા મકાનો પડી ગયા છે. જેને રૂા.૧,૯૦,૨૦૦ની રકમ ચુકવી દેવામાં આવી છે. 


જ્યારે આંશિક કાચા-પાકા મકાન અને ઝુપડા પડી ગયાની વાત કરીએ તો આશિક પાકા મકાનમાં જૂનાગઢ તાલુકામાં ૨૧ મકાન માલિકને ૫,૨૫,૦૦૦ ની સહાય ચુકવાય છે. તેમજ આંશિક કાચા મકાનમાં જૂનાગઢ તાલુકામાં ૪૫ મકાન માલિકોને રૂા.૧૧,૨૫,૦૦૦, વિસાવદરમાં ૮૫૯ મકાન માલિકોને રૂા.૨,૧૪,૭૫,૦૦૦, ભેંસાણમાં ૫૩ મકાન માલિકને રૂા.૧૩,૨૫,૦૦૦, કેશોદમાં ૨ મકાન માલિકને રૂા.૫૦,૦૦૦ માંગરોળમાં ૧ મકાન માલિકને રૂા.૨૫,૦૦૦, માળીયામાં ૪ મકાન માલિકને ૧,૦૦,૦૦૦ અને મેંદરડામાં ૧૮ મકાન માલિકને રૂા.૪,૫૦,૦૦૦ સહિત કુલ રૂા.૨,૪૫,૫૦,૦૦૦ રકમ ચુકવી દેવામાં આવી છે.તે ઉપરાંત જિલ્લામાં ૫૮ પશુઓના શેડ પડી ગયા હોવાથી કુલ રૂા.૨,૯૦,૦૦૦ની રકમ ચુકવી દેવામાં આવી છે. 
જેમાં જૂનાગઢ તાલુકામાં ૧ શેડ માટે રૂા.૫,૦૦૦ વિસાવદરમાં ૫૪ શેડ માટે રૂા.૨,૭૦,૦૦૦, ભેંસાણમાં ૧ શેડ માટે રૂા.૫,૦૦૦ માળીયામાં ૨ શેડ માટે રૂા.૧૦,૦૦૦ સહિત કુલ રૂા.૨,૯૦,૦૦૦ની રકમ પશુ શેડની નુકસાની માટે ચુ કવી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS