હવે રેમડેસિવિર ઈન્જેક્શન માટે RTPCR રિપોર્ટ ફરજિયાત નથી

  • April 16, 2021 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એચઆરસીટી કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેક્શન અપાશે

 રાજ્યમાં દરરોજ કોરોનાના નવા કેસ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. હસ્પિટલમાં દર્દીઓને બેડ નથી મળી રહ્યા આ ઉપરાંત રેમડેસિવિર ઈન્જેક્શન માટે આમ તેમ ભટકવું પડે છે. હાલના નિમય મુજબ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ઉપરાંત RTPCR ટેસ્ટ સહિતના કાગળો બતાવ્યા પછી માંડ માંડ ઈન્જેક્શન મળી રહ્યા છે. બીજી તરફ સરકાર કહી રહી છે કે ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. ઈન્જેક્શન મુદ્દે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ HRCT  કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેક્શન અપાશે.

 

 

આરટી-પીસીઆરના ટેસ્ટ માટે રાજ્યમાં આઈસીએમઆરએ 45 સરકારી અને 52 (બાવન) પ્રાઈવેટ લેબને માન્યતા આપી છે. જેની દૈનિક કેપેસિટી 85 હજાર ટેસ્ટની છે. કોરોનાની સેક્ધડ વેવમાં જ્યાં સૌથી વધુ લેબ છે તેવા અમદાવાદ, સુરત, વડોદરાને બાદ કરતા કચ્છ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જેવા મોટા જિલ્લામાં, મોડાસા, ડાકોર, ભરૂચ, મોરબી, બોટાદ સહિતના નાના શહેરોમાં આરટી-પીસીઆરનો રિપોર્ટ આવતા 3થી 4 દિવસ થાય છે.

 


સેક્ધડ વેવમાં કોરોનાનો મ્યુટન્ટ બદલાયો છે, ત્રીજા- ચોથા દિવસે ફેફસામાં વાઈરસ ઉતરતા દર્દીની સ્થિતિ વધુ ગંભીર થાય છે. આવી સ્થિતિમાં સરકારે રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવા અરજીની સાથે આરટી-પીસીઆરનો પોઝિટીવ રિપોર્ટ ફરજિયાત જોડવાનો આદેશ કર્યો હતો. આ પ્રક્રિયમાં હવે એચઆરસીટી અને એન્ટીજન ટેસ્ટને પણ ઉમેરવામાં આવ્યા છે.

 


આરોગ્ય કમિશનરેટમાં અધિક નિયામક ડો.દિનકર રાવલની સહીથી ગુરૂવારે પ્રસિધ્ધ કચેરી આદેશમાં કહેવાયુ છે કે, કોવિડ-19ની સારવાર લેતા દર્દીને આરટી-પીસીઆર પોઝિટીવ હોય તો જ રેમડેસિવિર ઈન્જેક્શન આપવા સંદર્ભે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશને 10 એપ્રિલે સુચવેલી વ્યવસ્થામાં હવેથી દર્દીનો એચઆરસીટી પોઝિટીવ હોય તથા રેપીડ એન્ટીજન ટેસ્ટ પોઝિટીવ હોય તો પણ આ ઈન્જેક્શન આપવાના રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS